ગુજરાતમાં(Gujarat) 11 ફેબ્રુઆરીના રોજ કોરોનાના(Corona) કેસમાં તીવ્ર ઘટાડો થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં નવા 1883 કેસ નોંધાયો છે. જ્યારે 21 લોકોના મૃત્યુ થયા છે.જેમાં સૌથી વધુ અમદાવાદ(Ahmedabad) શહેર-જિલ્લામાં કોરોનાના 633 નવા કેસ નોંધાયા..અને ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે..તો વડોદરા શહેર-જિલ્લામાં 378 નવા દર્દી મળ્યા.જ્યારે ચાર લોકોના નિધન થયા છે.સુરત શહેર-જિલ્લામાં પણ 120 પોઝિટિવ કેસ નોંધાયા અને એક વ્યક્તિનું મોત થયું છે.રાજકોટ શહેર-જિલ્લામાં 78 નવા કેસ સામે આવ્યા અને એક વ્યક્તિનું મૃત્યું છે.તો દાહોદમાં કોરોનાથી બેનાં મોત અને 16 નવા કેસ નોંધાયા.ભરૂચ-સુરેન્દ્રનગરમાં કોરોનાથી એક-એક દર્દીનું મોત થયું છે.
Gujarat Corona City Update
રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાથી 14 દર્દીનાં મોત થયા છે.આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 10,775 પર પહોંચી ગયો છે.તો પાછલા 24 કલાકમાં 5005 દર્દી સાજા થયા છે.અત્યાર સુધીમાં 11.83 લાખથી વધુ લોકો કોરોના મુક્ત થયા છે.આ સાથે રિકવરી રેટ વધીને 97.60 ટકા થઈ ગયો છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 18 હજાર 301 એક્ટિવ કેસ છે.જેમાંથી 105 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 18 હજાર 196 દર્દીની હાલત સ્થિર છે.
આ પણ વાંચો : Ahmedabad : ન્યુઝીલેન્ડમાં રહેતી માતાને ત્રણ માસૂમ બાળકોની કસ્ટડી સોંપવાનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ
આ પણ વાંચો : Vadodara ના સૌથી લાંબા બ્રિજની કામગીરીને લાગ્યું ગ્રહણ, કામ ઝડપથી પૂર્ણ કરવા લોકોની માંગ
Published On - 7:30 pm, Fri, 11 February 22