ગુજરાતમાં(Gujarat) 05 ફેબ્રુઆરીના રોજ કોરોનાના(Corona) કેસમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકના કોરોનાના નવા 4710 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌથી વધુ 1,451 નવા કેસ અને 7 લોકોનાં મોત થયા..તો વડોદરામાં 781 નવા દર્દી મળ્યા અને ચાર દર્દીનાં મોત નિપજ્યા.સુરતમાં પણ કોરોનાથી ચાર લોકો મોત થયા અને 174 નવા કેસ સામે આવ્યા.રાજકોટ જિલ્લા-શહેરમાં 226 નવા દર્દી મળ્યા.જ્યારે ત્રણ લોકોના મૃત્યુ થયા.આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં 55 નવા કેસ સામે આવ્યા અને પાંચ લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો.જામનગર શહેરમાં 51 નવા કેસ નોંધાયા અને ત્રણ લોકોનાં મોત.ભરૂચમાં પણ કોરોનાથી બે લોકોએ જીવ ગુમાવ્યો અને 54 લોકો સંક્રમિત થયા.ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, મોરબી, વલસાડમાં 1-1 વ્યક્તિનું કોરોનાન કારણે મોત થયું છે
Gujarat Corona City Update
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય..પરંતુ મોતનો આંકડો હજુ પણ ઉંચો છે..રાજ્યમાં છેલ્લા 9 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે.રાજ્યમાં કોરોનાથી 34 દર્દીના મોત થયા છે.સૌથી વધુ અમદાવાદ શહેરમાં 8 લોકોએ દમ તોડ્યો. ભાવનગર શહેર-જિલ્લામાં પાંચ લોકોનાં મોત થયા. જ્યારે વડોદરામાં 4 દર્દીના નિધન થયા છે. સુરતમાં પણ કોરોનાના કારણે 4 લોકોનાં મોત થયા.બીજી તરફ 11,184 દર્દી સાજા થયા છે…રાજ્યનો રિકવરી રેટ વધીને 94.85 ટકા થઈ ગયો છે.અત્યાર સુધીમાં 11.34 લાખથી વધુ લોકો સાજા થયા છે..જ્યારે મૃત્યુઆંક 10 હજાર 648 થયો છે…રાજ્યમાં હાલ 51 હજાર13 એક્ટિવ કેસ છે, જેમાંથી 236 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 777 દર્દીની હાલત સ્થિર છે.
આ પણ વાંચો : Vadtal સ્વામીનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણી, દેવોને વસંત શણગારે વિભુષીત કરાયા
આ પણ વાંચો : Ahmedabad: 12 વર્ષની વયે મળેલી બાળકીનો 10 વર્ષની મહેનત બાદ પરિવાર મળ્યો, પોલીસ મિલન કરાવશે
Published On - 7:31 pm, Sat, 5 February 22