ગુજરાતમાં(Gujarat) 23 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona) કેસમાં ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. તેમજ 19 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ (Active Cases) 134837 એ પહોંચ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 11636 લોકોએ કોરોનાથી સાજા થયા છે.અમદાવાદ શહેરમાં 6191 કેસ નોંધાયા અને સર્વાધિક 6 દર્દીનાં મૃત્યુ નિપજ્યા તો વડોદરા શહેરમાં કોરોનાના નવા 2876 કેસ સામે આવ્યા. સુરત શહેરમાં કોરોનાના 1512 કેસ આવ્યા અને 2 દર્દીનાં મોત થયા. તો સુરત જિલ્લામાં 639 નવા કોરોના દર્દી નોંધાયા અને 2 દર્દીએ જીવ ગુમાવ્યા.રાજકોટ શહેરમાં 410 કેસ અને ગાંધીનગર શહેરમાં 398 દર્દી મળ્યાં. ભાવનગર શહેરમાં 399 કેસ નોંધાયા અને એક દર્દીનું નિધન થયું.
આણંદમાં 291 અને ભરૂચમાં 269 કેસ સામે આવ્યા. વલસાડમાં કોરોનાની સ્થિતિ સતત વિકટ થઈ રહી છે.વલસાડમાં કોરોનાના 246 નવા કેસ સામે આવ્યા અને 3 દર્દીઓએ જીવ ગુમાવ્યા. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના 107 કેસ મળ્યાં અને 2 દર્દીનાં મૃત્યુ થયા.રાજ્યમાં પાછલા 24 કલાકમાં 11,636 દર્દી સારવાર બાદ સાજા થયા. ગુજરાતમાં કોરોનાના 1 લાખ 23 હજારથી વધુ એક્ટિવ કેસ થયા છે. જે પૈકી 258 કોરોના દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે અને 1 લાખ 34 હજાર પાંચસોથી વધુ દર્દીની સ્થિતિ સ્થિર છે.
અમદાવાદમાં કોરોના કેસ પાછલા ચાર-પાંચ દિવસની સરખામણીએ ભલે ઓછા થયા હોય. પરંતુ રાજ્યમાં હજી પણ સૌથી વધુ 6191 કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા. જ્યારે સર્વાધિક 6 દર્દીઓના મૃત્યુ પણ થયા. અમદાવાદ શહેરમાં 3232 દર્દી સાજા થતા રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં 86 નવા કેસ સામે આવ્યા અને 82 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે.
વડોદરામાં કોરોનાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વડોદરા શહેરમાં કોરોનાના 2876 કેસ સામે આવ્યા. જ્યારે 1239 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી. જો વડોદરા જિલ્લાની વાત કરીએ તો 779 કેસ સામે આવ્યા અને 91 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે.
આ પણ વાંચો : Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા
આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલના 50 આરોગ્યકર્મી કોરોના સંક્રમિત
Published On - 7:41 pm, Sun, 23 January 22