
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સુશાસનના પાંચ વર્ષ (2021-2026) પૂર્ણ કરીને વિકાસના તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. ‘સફળ યુવા સમર્થ ગુજરાત’ના વિઝન સાથે રાજ્ય સરકારે દરેક વર્ગના સશક્તિકરણ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે.સુશાસનના પાંચ વર્ષની સિદ્ધિઓને દર્શાવતો એક વિશેષ અહેવાલ નીચે મુજબની મુખ્ય કડીઓ રજૂ કરે છે.
ગુજરાતે વિકાસના પાંચ સ્તંભો પર આધારિત ₹4.08 લાખ કરોડનું રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. આ સાથે રાજ્યની પ્રગતિને વેગ આપવા માટે ડ્રોન, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને સ્પેસટેક જેવી 19 જેટલી મહત્વપૂર્ણ પોલિસીઓ અમલમાં મૂકવામાં આવી છે.
રાજ્યમાં આયોજિત ચાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC) દ્વારા ₹17.4 લાખ કરોડના MoU થયા છે. ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતે દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 17% હિસ્સો મેળવ્યો છે અને છેલ્લા 5 વર્ષમાં 7,403 ભરતીમેળાઓ દ્વારા 6.54 લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડી છે.
ગુજરાત હવે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બની ગયું છે અને વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે સંપૂર્ણ તૈયાર છે.રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે મોટા પાયે વિકાસ કર્યો છે. રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાત તૈયાર હોવાનું જણાવાયું છે.
નારી સશક્તિકરણના સંકલ્પ સાથે રાજ્યમાં ‘લખપતિ દીદી’ની સંખ્યા 8.39 લાખ સુધી પહોંચી છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹2,110 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે પણ સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યમાં ‘લખપતિ દીદી’ની સંખ્યા 8.39 લાખ સુધી પહોંચી છે. જ્યારે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹2,110 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
susasan 5 years
નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. તેના માધ્યમથી સરકારી સેવાઓને પેપરલેસ, કૅશલેસ અને ફેસલેસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) ઇન્ડેક્સમાં દેશમાં અગ્રેસર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
ગુજરાત આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) ઇન્ડેક્સમાં દેશમાં અગ્રેસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના સ્વપ્નને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પાંચ વર્ષનું વહીવટી સુશાસન છેવાડાના માનવી સુધી વણથંભ્યો વિકાસ પહોંચાડવામાં સફળ રહ્યું છે.
Published On - 3:48 pm, Sun, 13 September 26