કલેક્ટર હોય તો આવા…ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ

ગુજરાતમાં આમ તો 33 કલેક્ટર છે પરંતુ કલેક્ટર IAS અર્પિત સાગર તેમની કડક કાર્યવાહીને લઈને ચર્ચામાં આવ્યા છે. મૂળ ઉત્તરપ્રદેશથી આવનારા અર્પિત સાગરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH47) અમદાવાદ-ગોધરા હાઈવે પર પડેલા ખાડાઓ માટે NHAIના અધિકારીઓને દંડ ફટકાર્યો છે. જાણો ક્યા જિલ્લાના કલેક્ટર છે અર્પિત સાગર.

કલેક્ટર હોય તો આવા...ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ
| Updated on: Jul 22, 2025 | 3:42 PM

ઉત્તર પ્રદેશના બરેલીના વતની આ IAS અધિકારી ગુજરાતમાં પોતાની કડક કાર્યવાહીને કારણે ચર્ચામાં આવ્યા છે. કલેક્ટર તરીકે, તેમણે અમદાવાદ-ગોધરા હાઇવે પર પડેલા ખાડાઓને લઈને NHAI અધિકારીને દંડ ફટકારીને જીરો ટોલરન્સની નીતિ અપનાવી. અર્પિત સાગર થોડા મહિના પહેલા જ મહિસાગર જિલ્લાના કલેક્ટર બન્યા છે. તેમમે આ કાર્યવાહી મહિસાગર રોડ સેફ્ટી કમિટી અંતર્ગત કરી છે. હાઈવે પર ખાડા હોવાને કારણે તેમણે 18 જૂનથી 7 જૂલાઈ સુધી પ્રત્યેક દિવસ માટે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ગુજરાતની સૌપ્રથમ IAS

આ પ્રકારની કાર્યવાહી કરનારા તેઓ રાજ્યના પહેલા IAS અધિકારી છે. અર્પિત સાગરની આ કાર્યવાહી એવા સમયે સામે આવી છે જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તક આવનારા માર્ગ અને વાહનવ્યહાર મંત્રાલયે થોડા દિવસ પહેલા જામનગર-અમૃતસર હાઈવે પર તૂટેલા રોડ માટે પાલનપુરના પીડીને સસ્પેનડ કર્યા હતા. તેને બનાવનાર કંપનીને પણ દંડ ફટકાર્યો હતો. કલેક્ટર અર્પિત સાગરે કહ્યુ કે જ્યા સુધી ખાડાઓ નહીં ભરવામાં આવે ત્યાં સુધી દંડ વધતો રહેશે. હાલ ચર્ચા એવી છે કે ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારે કોઈ કલેક્ટરે NHAIન ના અધિકારીને દંડ ફટકાર્યો છે. ડિસેમ્બર 2024માં અર્પિત સાગરને સર્વશ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી (DDO) નો પણ પુરસ્કરા મળ્યો હતો. એ સમયે શાલિની અગ્રવાલ સર્વશ્રેષ્ઠ કલેક્ટર તરીકે પસંદગી પામ્યા હતા

કોણ છે અર્પિત સાગર

મહિસાગર જિલ્લાના કલેક્ટર બન્યા પહેલા અર્પિત સાગર વડોદરામાં તૈનાત હતા. વડોદરા નગર નિમમાં ડેપ્યુટી કમિશનર હતા. તેમણે મહિસાગર જિલ્લામાં નેહા કુમારીના બાદ ચાર્જ સંભાળ્યો છે. વર્ષ 2015માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી IAS બનેલા અર્પિત સાહર પૂર્વ વલસાડના ડીડીઓ પણ રહી ચુક્યા છે. અર્પિત સાગરના લગ્ન છત્તીસગઢમાં રહેનારા વિપુલ તિવારી સાથે થયા છે. તેઓ મૂળ યુપીના બરેલીના વતની છે. અર્પિત સાગરે પ્રયાગરાજ NIT થી બી. ટેક કર્યુ છે. જે બાદ તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી.

ફ્યૂલ કટ, એન્જિન બંધ, 270 લોકોના મોત માટે જવાબદાર કોણ? શું બંને ફ્યુલ સ્વિચ બંધ થવી શક્ય છે કે બદનામ બોઈંગને બચાવવા માટેનો કારસો છે આ તપાસ રિપોર્ટ?

Published On - 11:14 pm, Sun, 13 July 25