ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણ સિંહ ના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રી એ સ્વર્ગસ્થ કલ્યાણ સિંહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સરકારે ઉત્તરપ્રદેશના વિકાસ માટે કરેલા કાર્યો ની સરાહના કરતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણસિંહ ના નિધન થી ભારતીય જનતા પાર્ટીએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સદગતના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે અને શોક સંતપ્ત પરિવાર જનોને સાંત્વના પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજયપાલ કલ્યાણ સિંહનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે.સંજય ગાંધી પીજીઆઈની ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં 4 જુલાઈએ તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી માંદગી અને શરીરના ઘણા ભાગોમાં ક્રમશ નિષ્ક્રિયતાને કારણે તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા.
અલીગઢના અત્રૌલીથી યાત્રા શરૂ થઈ
ઉત્તર પ્રદેશને રાજકારણની પ્રયોગશાળા કહેવામાં આવે છે. કલ્યાણ સિંહ પણ ઉત્તર પ્રદેશમાંથી બહાર આવ્યા. વર્ષ 1960 માં જનસંઘે યુપીમાં પછાત વર્ગમાંથી આવતા યુવા નેતાની શોધ શરૂ કરી. જેમાં અલીગઢના અત્રૌલીમાં જન્મેલા કલ્યાણ સિંહ પર શોધ સમાપ્ત થઈ. કલ્યાણ સિંહ જનસંઘની યોજનામાં ફિટ હતા કારણ કે તે લોધી સમાજમાંથી આવતા હતા. યાદવો પછી લોધી યુપીમાં સૌથી વધુ વસ્તી ધરાવતી જાતિ હતી.
પહેલા હાર અને પછી વિજય કાફલો
1962 ની ચૂંટણીમાં જનસંઘે તેમને અત્રૌલીથી મેદાનમાં ઉતાર્યા હતા. પ્રથમ ચૂંટણી જંગમાં કલ્યાણ સિંહને સોશિયાલિસ્ટ પાર્ટીના બાબુ સિંહે હરાવ્યા હતા. પરંતુ તેણે પોતાનો વિસ્તાર છોડ્યો નહીં. ગામડે ગામડે ફર્યા અને જ્યારે પાંચ વર્ષ પછી ચૂંટણી યોજાઈ ત્યારે કલ્યાણસિંહ જીત્યા હતા.
કલ્યાણ સિંહની આ શરૂઆત હતી. આ પછી કલ્યાણ સિંહ અત્રૌલીથી વારંવાર સતત જીત્યા. તેવો વર્ષ 1967, 1969, 1974 અને 1977. સતત ચાર ટર્મમાં ધારાસભ્ય બન્યા. 1980 માં તેઓ કોંગ્રેસના અનવર ખાન સામે હારી ગયા હતા. પરંતુ પ્રથમ વખતની જેમ કલ્યાણ સિંહ 1985 માં ભાજપની ટિકિટ પર પરત ફર્યા અને પછી 2004 સુધી અત્રૌલીથી ધારાસભ્ય બન્યા.
કલ્યાણ ભાજપના રથના સારથી બન્યા
આ બધાની વચ્ચે વર્ષ 1991 માં યુપી વિધાનસભાની ચૂંટણી માટે બ્યુગલ વાગ્યું. દેશમાં મંડળ અને કમંડળનું રાજકારણ શરૂ થયું હતું. ભાજપ જેને સવર્ણનો પક્ષ કહેવામાં આવતો હતો તેણે સમયનું નાજુકતાને સમજીને કલ્યાણસિંહને પછાત લોકોનો ચહેરો બનાવીને રાજકારણની પ્રયોગશાળામાં ઉતારી દીધો. કલ્યાણ સિંહની છબી પછાત નેતા તેમજ ફાયરબ્રાન્ડ હિન્દુ નેતા તરીકે મજબૂત બની હતી. યુપીમાં 425 માંથી 221 બેઠકો જીતીને ભાજપે સત્તાના રથ પર સવાર થઈ કલ્યાણ સિંહને રથ પર બેસાડ્યા.
આ પણ વાંચો : Surat Corporation: રક્ષાબંધનના દિવસે સુરત મહાનગરપાલિકાની બહેનોને ભેટ, બસમાં કરી શકશે વિનામુલ્યે મુસાફરી
આ પણ વાંચો : સાવધાન : બટાકાની બ્રાન્ડેડ વેફર્સમાં જોવા મળ્યું સોડિયમનું વધારે પ્રમાણ નોતરી શકે છે આ ગંભીર રોગ, સીઇઆરસીનો ખુલાસો
Published On - 11:07 pm, Sat, 21 August 21