દેશને ગોલ્ડ મેડલ અપાવનાર નિરજ ચોપરાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાઠવી શુભેચ્છા

|

Aug 07, 2021 | 11:20 PM

નિરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો મેડલ છે.

ટોક્યો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિકની એથ્લેટિક્સમાં જેવલિન થ્રો રમતમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડ અપાવનાર નિરજ ચોપડા (Neeraj Chopra)ને રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)એ અભિનંદન પાઠવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલને વિશેષ મહત્વ આપીને દેશના રમતવીરોને તેમની પ્રતિભા ઉજાગર કરી શકે તેવુ પ્રોત્સાહક વાતાવરણ પેદા કર્યુ છે, તેના પગલે વૈશ્વિક એથ્લેટિક્સમાં દેશના રમતવીરો સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.

 

નિરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો મેડલ છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ નિરજ ચોપરાએ આ સફળતા મિલ્ખા સિંહ (Milkha Singh)ને સમર્પિત કરી હતી. તેમણે કહ્યું કે આ મેડલ મિલ્ખા સિંહના નામે છે. આશા છે કે તેઓ સ્વર્ગમાંથી જોઈ રહ્યા હશે.

 

આ પણ વાંચો: Google કંપની પોતાના આંતરીક કર્મચારીઓ દ્વારા થતી ડેટા ચોરીને અટકાવવામાં અસમર્થ, 80 જેટલા કર્મચારીઓને કાઢી મુક્યા

Next Video