ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવાળી પર્વે બોટાદના વિહળધામ ખાતે પૂજા-અર્ચના કરી

|

Nov 04, 2021 | 6:53 PM

ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષના પૂર્વ દિવસે વિહળ ધામ ખાતે આવેલ સંત- સમાધિની પૂજા અર્ચના કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવાળી પર્વે બોટાદના વિહળધામ ખાતે પૂજા-અર્ચના કરી
Gujarat CM Bhupendra Patel worships at Vihaldham in Botad on Diwali

Follow us on

ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)દિવાળીના(Diwali)શુભ દિવસે બોટાદ(Botad) જિલ્લાની પવિત્ર ભૂમિમાં પૂજ્ય વિસામણબાપુની જગ્યા વિહળ ધામ (Vihal Dham)પાળીયાદ ખાતે મુખ્ય મંદિરના દર્શન કર્યા હતા. તેમણે નવા વર્ષના પૂર્વ દિવસે વિહળ ધામ ખાતે આવેલ સંત- સમાધિની પૂજા અર્ચના કરી રાજ્યનો વિકાસ અવિરત પણે ચાલુ રહે અને રાજ્ય સુખ સમૃધ્ધિ પ્રાપ્ત કરી દેશના વિકાસમાં સહભાગી બને તેવી પ્રાર્થના કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

રાજ્યની પવિત્ર ભૂમિ વિસામણબાપુના જન્મ સ્થળના દર્શન કરી રામકુંજ નિવાસમાં વિહળધામના પ.પૂ.શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી નિર્મળાબાના દર્શન કરી આર્શિવચન લઈ આ તીર્થ ધામના ઈતિહાસ વિશે જાણકારી પ્રાપ્ત કરી અને સંતો સાથે સત્સંગ કર્યો હતો.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

મુખ્યમંત્રીએ આ શુભ અવસરે પૂ,વિસામણબાપુના સમયની વિવિધ કાર અને ગાડી જ્યાં રાખવામાં આવેલ છે તેવા “અમરકુંજ – હેરિટેજ” કારનું નિદર્શન નિહાળ્યુ હતું. ત્યાર બાદ પવિત્ર ધામમાં આવેલ “કૈલાશ વિહળ વાટીકા” ની મુલાકાત લઈ પ્રકૃતિ અને ગ્રામ્ય સંસ્કુતિની યાદને તાજી કરી હતી. અહિ આવેલ વિશાળ બંકલ ગૌશાળાની જાત મુલાકાત લઈ બંકલ જાતિની ગાયો અને ગૌશાળા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ મુલાકાત સમયે મુખ્યમંત્રીએ ગાય માતાની પૂજા – અર્ચના કરી હતી.

વિહળધામના વ્યવસ્થાપક અને સંત સમિતિના સભ્ય ભયલુભાઈએ અને પરિવાર તરફથી મોતીનો ચાકડો આપી મુખ્યમંત્રીનું અભિવાદન કરી આવકાર્યા હતા તથા બાબુભાઈ જેબલીયા, રામકુભાઈ ખાચર, મનસુખભાઈ કોરડીયા સહિતના અગ્રણીઓએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ અવસરે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભા વાઘેલા, સુરેશભાઈ ગોધાણી, ભોળાભાઈ રબારી સહિતના પદાધિકારીઓ તથા કલેક્ટર બી.એ.શાહ, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો : જામનગરના જાણીતા સાહિત્યકાર સ્વ.હરકિસન જોશીને તેમની કવિતા સાથે રંગોળી દ્વારા સ્મરણાંજલિ અપાઈ

આ પણ  વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીની પાઠવી શુભેચ્છા, કહ્યું “પ્રકાશનો આ પર્વ દરેક પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે”

Published On - 6:49 pm, Thu, 4 November 21

Next Article