ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભ દિવસે તારીખ ૫ નવેમ્બર શુક્રવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ ૦૭:૨૫ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પુજા માટે જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાર બાદ નૂતન વર્ષ(New Year)નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.
ગુજરાતના સી એમ ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૪૫ થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.
મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે. મુખ્ય મંત્રી એ દિપાવલી શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજજીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)દિવાળીના(Diwali)શુભ દિવસે બોટાદ(Botad) જિલ્લાની પવિત્ર ભૂમિમાં પૂજ્ય વિસામણબાપુની જગ્યા વિહળ ધામ (Vihal Dham)પાળીયાદ ખાતે મુખ્ય મંદિરના દર્શન કર્યા હતા. તેમણે નવા વર્ષના પૂર્વ દિવસે વિહળ ધામ ખાતે આવેલ સંત- સમાધિની પૂજા અર્ચના કરી રાજ્યનો વિકાસ અવિરત પણે ચાલુ રહે અને રાજ્ય સુખ સમૃધ્ધિ પ્રાપ્ત કરી દેશના વિકાસમાં સહભાગી બને તેવી પ્રાર્થના કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ગુજરાત રાજ્યની પવિત્ર ભૂમિ વિસામણબાપુના જન્મ સ્થળના દર્શન કરી સીએમ ભૂપેન્દ્ર પટેલે રામકુંજ નિવાસમાં વિહળધામના પ.પૂ.શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી નિર્મળાબાના દર્શન કરી આર્શિવચન લઈ આ તીર્થ ધામના ઈતિહાસ વિશે જાણકારી પ્રાપ્ત કરી અને સંતો સાથે સત્સંગ કર્યો હતો.
આ પણ વાંચો : વડોદરામાં દિવાળીના રોજ સ્વામિનારાયણ મંદિરમાં સામૂહિક ચોપડા પૂજન યોજાયું
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા બાદ ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું- પેટાચૂંટણીના પરિણામોને કારણે લીધો નિર્ણય
Published On - 8:41 pm, Thu, 4 November 21