ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભીખુભાઇ દલસાણીયાના શુભેચ્છા સમારંભમાં હાજરી આપી

ગુજરાત ભાજપ દ્વારા આયોજીત બિહાર પ્રદેશના સંગઠન મહામંત્રી તથા પ્રદેશ પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાના શુભેચ્છા કાર્યક્રમમાં હાજરી સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભીખુભાઇ દલસાણીયાના શુભેચ્છા સમારંભમાં હાજરી આપી
Gujarat CM Bhupendra Patel attends Bhikhubhai Dalsaniyaji greeting ceremony
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:05 AM

ગુજરાતના(Gujarat)સીએમ ભૂપેન્દ્ર પટેલે(Bhpendra Patel) ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત બિહાર પ્રદેશ ના સંગઠન મહામંત્રી તથા પ્રદેશ પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાના(Bhikhu Dalsaniya)શુભેચ્છા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે તેમને શુભેચ્છા પણ  પાઠવી હતી.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ  સી.આર પાટીલ,પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી,કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ,પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ,સંઘ પરિવારના વરિષ્ઠ અગ્રણીઓ,પ્રદેશ પદાધિકારીઓ,રાજ્ય સરકારના મંત્રીઓ,પૂર્વ મંત્રીઓ તમામ સાંસદ,ધારાસભ્યઓ તથા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતાં

ઉલ્લેખનીય છે કે, ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ છે. ભીખુ દલસાણીયાને બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા છે. ભીખુ દલસાણીયા અત્યાર સુધી ગુજરાત BJPના સંગઠન મહામંત્રી રહી ચુક્યા છે. બિહારમાં સપ્ટેમ્બરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શરૂ થઇ રહી છે. બિહારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ છે.

આ અંગે ટ્વીટ કરતા ભીખુ દલસાણીયાએ લખ્યું કે 1997 થી ગુજરાત ભાજપમાં લાંબા સમય સુધી કર્તવ્ય રત રહેવાનો લહાવો મળ્યો.વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ-માર્ગદર્શન-પ્રેમ અને ઉદારતાથી આ શક્ય બન્યું. તમામ કાર્યકરોના અપાર આદર અને સ્નેહથી સંતોષ અને આનંદ છે. હવે ગંગા કિનારે…બિહારમાં વિહાર કરીશું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં થોડા સમય પહેલાં જ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણીયાની જગ્યાએ બિહારના સંઘના નેતાને રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા.

આ પણ વાંચો : છોટાઉદેપુરના બોડેલીમાં વીજળી પડતાં એક વ્યક્તિનું મોત

આ પણ વાંચો :  નવરાત્રીની તૈયારી , અમદાવાદમાં લો- ગાર્ડન ચણિયાચોળી બજારમાં લોકોની ખરીદી માટે ભીડ

Published On - 9:13 am, Mon, 4 October 21