
ગાંધીનગર, 17 ઓક્ટોબર: રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે આજે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11:30 વાગ્યે મુખ્ય મંત્રીની હાજરીમાં નવા મંત્રીઓ શપથ લેશે. મંચ પર 26થી વધુ ખુરશીઓ ગોઠવાઈ છે, જે દર્શાવે છે કે આ મોટું મંત્રીમંડળ હોઈ શકે છે. મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તેના કેટલાક નામ પણ સામે આવી ગયા છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, ભાજપે આ વખતે શપથ લેનાર મંત્રીઓને જાણ કરવા માટેની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. ધારાસભ્યોને શપથ માટે ટેલિફોન દ્વારા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી સવારે 9 વાગ્યે રાજ્યપાલને શપથ લેનાર મંત્રીઓની યાદી સુપ્રત કરશે.
શપથવિધિ બાદ, બપોરે મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાશે, જેમાં દરેક મંત્રીને તેમની જવાબદારી મુજબ પોર્ટફોલિયો સોંપવામાં આવશે. આ નવી સરકારના આયોજન અને અભિગમ અંગે વધુ સ્પષ્ટતા મળશે.
| ક્રમ | નામ | મતવિસ્તાર |
|---|---|---|
| 1 | ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ | 41 – ઘાટલોડિયા |
| 2 | ત્રિકમ બીજલ છાંગા | 4 – અંજાર |
| 3 | સ્વરૂપજી સરદારજી ઠાકોર | 7 – વાવ |
| 4 | પ્રવિણકુમાર ગોરધનજી માળી | 13 – ડીસા |
| 5 | ઋત્વિકેશ ગણેશભાઈ પટેલ | 22 – થરવસનગર |
| 6 | પી.સી. બરાંડા | 30 – દાહોદ (અ.જ.જ્ઞિ.) |
| 7 | દર્શના એમ. વાઘેલા | 56 – અસારવા (અનુ.જાતિ) |
| 8 | કાંતિલાલ શીવલાલ અમૃતિયા | 65 – મોરબી |
| 9 | કુવરજીભાઈ મોહનભાઈ બાવળિયા | 72 – જસદણ |
| 10 | રેવાબા રવિન્દ્રસિંહ જાડેજા | 78 – જામનગર ઉત્તર |
| 11 | અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા | 83 – પોરબંદર |
| 12 | ડૉ. પ્રદ્યુમન વાજા | 92 – કોડીનાર (અનુ.જાતિ) |
| 13 | કૌશીક કાંતિભાઈ વેકરિયા | 95 – અમરેલી |
| 14 | પુરૂષોત્તમભાઈ ઓ. સોલંકી | 103 – ભાવનગર ગ્રામ્ય |
| 15 | જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી | 105 – ભાવનગર પશ્ચિમ |
| 16 | રમણભાઈ ભીખાભાઈ સોલંકી | 109 – બોરસદ |
| 17 | કમલેશભાઈ રમેશભાઈ પટેલ | 113 – પેટલાદ |
| 18 | સંજયસિંહ વિજયસિંહ મહિદા | 118 – મહુધા |
| 19 | રમેશભાઈ ભુરાભાઈ કટારા | 129 – ફતેપુરા (અ.જ.જ્ઞિ.) |
| 20 | મનીષા રાજીવભાઈ વકીલ | 141 – વડોદરા શહેર (અ.જાતિ) |
| 21 | ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ | 154 – અંકલેશ્વર |
| 22 | પ્રફુલ પાનસેરીયા | 158 – કામરેજ |
| 23 | હર્ષ રમેશભાઈ સાંઘવી | 165 – મજુરા |
| 24 | ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત | 172 – સોનગઢ (અ.જ.જ્ઞિ.) |
| 25 | નરેશભાઈ મગનભાઈ પટેલ | 176 – ગણદેવી (અ.જ.જ્ઞિ.) |
| 26 | કનુભાઈ મોહનલાલ દેસાઈ | 180 – પારડી |
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવા મંત્રીમંડળમાં મહિલાઓને પણ સ્થાન મળ્યુ છે. અત્યારે મહિલાઓમાં રિવાબા જાડેજા, દર્શનાબેન વાઘેલા અને મનીષાબેન વકીલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે. રીવાબા જાડેજા અને દર્શના વાઘેલા અસારવાને ફોન આવ્યો છે. મનીષા વકીલની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી માટેનો ફોન આવી ગયો છે.
હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકીને સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા છે.
નરેશ પટેલ, ઈશ્વરસિંહ પટેલ, જીતુ વાઘણી, મનિષા વકીલની મંત્રીમંડળમાં રિએન્ટ્રી થઇ છે.
TV9ના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં ફરી એકવાર ડિપ્યુટી મુખ્યમંત્રી (DyCM)નો સમાવેશ થવાનોર છે. આવનારા બે વર્ષ માટે રાજ્યમાં CM અને DyCMની જોડી કાર્યરત રહેશે. DyCM તરીકે હર્ષ સંઘવીને જવાબદારી મળશે તેવી માહિતી સામે આવી છે. અગાઉની રૂપાણી સરકારમાં પણ DyCMપદ હતું. હવે આ વખતે સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીની જોડી જોવા મળી શકે છે. શપથવિધિ બાદ પૂર્ણ કદનું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવશે અને નવી સરકાર કામકાજ શરૂ કરશે.
Published On - 9:35 am, Fri, 17 October 25