Breaking News: કડીમાં કમળ ખીલ્યું,ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત

Gujarat Bypolls Results 2025 : ગુજરાતની પેટાચૂંટણીમાં કડી બેઠક પર કમળ ખીલ્યું છે, ભાજપના રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ બ્રેક જીત નોંધાવી છે.

Breaking News: કડીમાં કમળ ખીલ્યું,ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત
kadi seat win rajendra chavda
| Updated on: Jun 23, 2025 | 2:18 PM

કડી વિધાનસભા બેઠક પેટા ચૂંટણીની મત ગણતરી આજે સવારે મહેસાણાના મેવડ એન્‍જી. કોલેજ ખાતે શરૂ થઇ હતી. સવારે 8 વાગ્‍યે શરૂ થયેલી મતગણતરી અનુસાર ભાજપના ઉમેદવાર રાજેન્‍દ્ર ચાવડા હરીફ ઉમેદવારોની સામે જીત હાંસલ કરી છે.

ગુજરાતની પેટાચૂંટણીમાં કડી બેઠક પર કમળ ખીલ્યું છે, ભાજપના રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ બ્રેક જીત નોંધાવી છે. રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય કાર્યકર ભાજપના કડીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મુળ જોટાણા ગામના વતની છે. તેઓ 1980થી ભાજપના સક્રિય કાર્યકર છે. તેઓ મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતાં.

રાજેન્દ્ર ચાવડા મહેસાણાના જોટાણા ગામના વતની

1985માં જોટાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. 2011થી 2017 સુધી તેઓ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના ડિરેક્ટર તરીકે રહ્યાં છે. જ્યારે વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ સહકારી આગેવાન તરીકે જાણિતા છે.

તેઓ વર્ષ 1972માં જનસંઘ એટલે કે આજે જેને ભાજપ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જોડાયા હતા. અને તેઓ વર્ષ 1980થી ભાજપના સભ્ય તરીકે કાર્યરત છે. તેઓઓ વર્ષ 1981થી લઇને 1986 સુધી તાલુકા પંચાયતની ચૂંટણી જીતીને તેના સભ્ય તરીકે ફરજ બજાવી હતી.

AAP માંથી જગદીશ ચાવડા મેદાને હતા

કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં 294 મતદાન મથકો છે. જેમાં 106 બૂથ સંવેદનશીલ છે, કડીમાં ભાજપ પક્ષના વફાદાર નેતા તરીકે રાજેન્દ્ર ચાવડાને માનવામાં આવે છે અને પાર્ટીએ તેમની પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે. રાજેન્દ્ર ચાવડાની સામે કોંગ્રેસ પક્ષે ચાવડાને ટિકિટ આપી છે અને તે રમેશ ચાવડા છે અને આમ આદમી પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.

કોણ છે રાજેન્દ્ર ચાવડા?

રાજેન્દ્ર ચાવડા મહેસાણાના જોટાણા ગામના વતની છે. તેઓના શિક્ષણ પણ નજર કરવામાં આવે તો, રાજેન્દ્ર ચાવડાએ બીએ સુધી શિક્ષણ મેળવ્યુ છે. તેઓ વર્ષ 1972માં જનસંઘ એટલે કે આજે જેને ભાજપ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જોડાયા હતા. અને તેઓ વર્ષ 1980થી ભાજપના સભ્ય તરીકે કાર્યરત છે. તેઓઓ વર્ષ 1981થી લઇને 1986 સુધી તાલુકા પંચાયતની ચૂંટણી જીતીને તેના સભ્ય તરીકે ફરજ બજાવી હતી.

 

Published On - 12:17 pm, Mon, 23 June 25