Gujarat Budget 2024 : બજેટમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની કરાઈ જાહેરાત

|

Feb 02, 2024 | 1:58 PM

આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતમાં વિકાસ અને વિવિધ યોજનાઓ માટે નાણાની ફાળવણી કરી છે. સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં માનનીય વડાપ્રધાન  નરેન્‍દ્ર મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે.

Gujarat Budget 2024 : બજેટમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની કરાઈ જાહેરાત
Gujarat Budget 2024

Follow us on

આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતમાં વિકાસ અને વિવિધ યોજનાઓ માટે નાણાની ફાળવણી કરી છે. સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં માનનીય વડાપ્રધાન  નરેન્‍દ્ર મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઇફ થકી પર્યાવરણને અનુરૂપ જીવન શૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે.

જૈવિક વિવિધતાથી સમૃદ્ધ ગાઢ વનો, નદીઓ અને જલપ્લાવિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાન-અભ્યારણ્યો, ઘાસિયા મેદાનોને સંરક્ષિત કરવા તેમજ વન વિસ્તારના બાહ્ય વિસ્તારમાં પણ વૃક્ષાવરણમાં વધારો કરવા સરકાર મક્કમ છે. ખેડૂતોની આજીવિકામાં વૃદ્ધિ સાથે વન વિસ્તારના વિકાસને વેગ આપતી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો વ્યાપ વધારી આવતાં વર્ષમાં 31 હજાર હેકટરમાં વાવેતર કરવાની નેમ છે. મિષ્ટી કાર્યક્રમ થકી ચેરનું વાવેતર વધારવા તેમજ મિયાવાકી પદ્ધતિથી વન કવચ યોજના અંતર્ગત સઘન વાવેતર કરી રાજયમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવામાં આવી રહેલ છે.

• વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે CAMPA ફંડ સહિત વિવિધ કામો માટે 950 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

• વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજીક વનીકરણને વેગવંતુ બનાવવા માટે 550 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

• વન્યપ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે 400 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

• વન વિસ્તાર વિકાસ અને ઇકો-રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ 185 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

• ધરોઇ-અંબાજી સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં ઇકો-રીસ્ટોરેશનની કામગીરી માટે 31 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

• મહત્વના પ્રવાસન સ્થળો નજીક નવી સફારીની રચના અને ઇકો-ટુરીઝમ સાઇટના વિકાસ માટે 372 કરોડના ખર્ચે આયોજન. જે પૈકી 17 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

• ઇન્દ્રોડા પાર્કના માસ્ટર પ્લાન મુજબ આધુનિકીકરણ અને વિકાસ માટે 20 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

• બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઇ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે માટે 2 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

• પક્ષીઓની સારવાર માટે બિલાસીયા અને બોડકદેવ ખાતે આવેલ કેન્‍દ્રોનાં સુદ્રઢીકરણ અને કરૂણા એબ્યુલન્‍સનો વ્યાપ વધારવા માટે 1 કરોડની જોગવાઇ કરાઈ છે.

• દરિયાકાંઠે આવેલ ચેરના વનોનો વિકાસ અને સંવર્ધન કરવા માટે મિષ્ટી યોજના હેઠળ સરક્રિક અને કોરીક્રિક જેવા વિસ્તારોને આવરી લઇ સઘન વનીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે કરોડની જાહેરાત કરવામાં આવી છે.

• વનીકરણની યોજનાઓના GIS મારફતે સઘન નિરીક્ષણ અને મૂલ્યાંકનના હેતુસર કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરની સ્થાપના માટે 2 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

Published On - 1:53 pm, Fri, 2 February 24

Next Article