Gujarat: ભાજપ (BJP) દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું (Samvidhan Gaurav yatra) આયોજન કર્યું છે. દેશભરમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પણ સંવિધાન ગૌરવ યાત્રા નીકળશે. 26 નવેમ્બરના રોજ અરવલ્લી જિલ્લામાંથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંવિધાન ગૌરવ યાત્રાની શરૂઆત કરાવશે. તો બીજી તરફ 6 ડિસેમ્બરના રોજ વડનગર ખાતે સી.આર.પાટીલ આ યાત્રાનું સમાપન કરશે.
તમને જણાવી દઈએ કે 26 નવેમ્બર સંવિધાન દિવસ (Samvidhan DIvas) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે 26 નવેમ્બરથી આ બંધારણ દિવસના દિવસે ભાજપ દ્વારા બંધારણ ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સમગ્ર અભિયાનની જવાબદારી ભાજપનો અનુસૂચિત મોરચો સંભાળી રહ્યો છે. તો યાત્રા સમગ્ર દેશમાં 26 નવેમ્બરથી શરૂ થશે અને 6 ડિસેમ્બર, બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ સુધી ચાલશે. બીજેપી અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલ સિંહ આર્યએ કહ્યું હતું કે આ અભિયાન આખા દેશમાં ચાલશે.
ખરેખર તો આજના દિવસને ભારતના બંધારણને અપનાવવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણને ઔપચારિક રીતે અપનાવ્યું હતું. તે જ બંધારણ 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણને અપનાવ્યા પછી તેને લાગુ કરવામાં બે મહિનાનો સમય લાગ્યો હતો.
આ પણ વાંચો: Petrol Diesel Price Today : આ રીતે જાણો શું છે આજે તમારા શહેરમાં એક લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત
આ પણ વાંચો: Kutch: બાઈક ધીમે ચલાવવા બાબતમાં જૂથ અથડામણ, ટોળાએ વાહનો-દુકાનોને ચાંપી આગ