GUJARAT : 3 ઓગષ્ટે 3.43 લાખ લોકોનું રસીકરણ, 3.44 કરોડથી વધારે ડોઝનું કુલ રસીકરણ થયું

|

Aug 04, 2021 | 7:38 AM

રાજ્યમાં હવે બીજી લહેરનો અંત આવી ગયો છે. દરરોજ સરેરાશ 25થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેના પગલે 4 જિલ્લા સંપૂર્ણ કોરોનામુક્ત થઈ ગયા છે.

GUJARAT : રાજ્યમાં હવે બીજી લહેરનો અંત આવી ગયો છે. દરરોજ સરેરાશ 25થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેના પગલે 4 જિલ્લા સંપૂર્ણ કોરોનામુક્ત થઈ ગયા છે.હાલ પોરબંદર, તાપી, અરવલ્લી અને છોટાઉદેપુર કોરોનામુક્ત બન્યા છે, આ ચારેય જિલ્લામાં હાલ એકપણ એક્ટિવ કેસ નથી..પાછલા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછા માત્ર 17 કેસ નોંધાયા છે…તો વેન્ટિલેટર પર 5 દર્દીઓ અને કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 226 થઇ છે…તો રાજ્યના 23 જિલ્લા અને 3 મનપામાં શૂન્ય કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 5, સુરત અને વડોદરામાં 3-3 કેસ નોંધાયા.

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 3.43 લાખ લોકોનું રસીકરણ કરાયું…જેમાં સૌથી વધુ અમદાવાદમાં 50, 538 લોકોને રસી અપાઇ…તો સુરતમાં 36,000 લોકોને રસીનો ડોઝ અપાયો…જ્યારે વડોદરામાં 22,400 અને રાજકોટમાં 13, 268 લોકોએ રસી મુકાવી…રાજ્યમાં અત્યાર સુધી કુલ 3, 44,19,000 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : JUNAGADH : યુવાને ફાયરીંગ કરી ઓઝત નદીમાં તમામ રેતીની લીઝ બંધ કરવાની ધમકી આપી, પોલીસે કરી અટકાયત

આ પણ વાંચો : AHMEDABAD : AMCનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ શહેરને કરી રહ્યું છે ગંદુ , પીરાણાથી વિશાલા બ્રિજના રસ્તા પર ગંદકીના ઢગલા

Next Video