JUNAGADH : યુવાને ફાયરીંગ કરી ઓઝત નદીમાં તમામ રેતીની લીઝ બંધ કરવાની ધમકી આપી, પોલીસે કરી અટકાયત

| Updated on: Aug 04, 2021 | 1:04 PM

યુવાને ફાયરિંગ કરી નદીની બાજુમાં ઢોર ચરાવતા વૃદ્ધની નજીક આવી તેના લમણા પર રિવોલ્વર મુકી ધમકી આપી હતી.

JUNAGADH : વંથલી નજીક આવેલ ઓઝત નદીમાં બે રાઉન્ડનો ફાયરિંગ થયાનો વીડિયો વાયરલ થયો છે. યુવાને ફાયરિંગ કરી નદીની બાજુમાં ઢોર ચરાવતા વૃદ્ધની નજીક આવી તેના લમણા પર રિવોલ્વર મુકી ધમકી આપી હતી.. અને નદીમાં ચાલતી તમામ રેતીની લીઝ બંધ કરી દો.. લીઝ બંધ નહીં કરો તો જોવા જેવી થશે તેમ કહ્યું હતું.જેના પગલે ઢોર ચરાવતા વૃદ્ધે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.હાલ પોલીસે યુવાનની અટકાયત કરી હથિયાર કબજે કર્યુ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કરનાર રીમલ કટારીયા નામનો શખ્સ મૂળ જૂનાગઢ જીલ્લાનો રહેવાસી અને હાલ રાજકોટ હોવાનું સામે આવ્યુ આવ્યું છે.

આ પણ વાંચો : AHMEDABAD : સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાળ, બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણય સામે નારાજગી

આ પણ વાંચો : AHMEDABAD : AMCનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ શહેરને કરી રહ્યું છે ગંદુ , પીરાણાથી વિશાલા બ્રિજના રસ્તા પર ગંદકીના ઢગલા

Published on: Aug 04, 2021 06:43 AM
g clip-path="url(#clip0_868_265)">