ગુજરાતમાં કોરોનાના નવા 23150 કેસ, 15 લોકોએ જીવ ગુમાવ્યો

|

Jan 22, 2022 | 8:03 PM

ગુજરાતમાં  22  જાન્યુઆરીના  રોજ  કોરોનાના નવા 23150 કેસ નોંધાયા છે. જ્યારે  છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે  15 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

ગુજરાતમાં કોરોનાના નવા 23150 કેસ, 15 લોકોએ જીવ ગુમાવ્યો
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)   22  જાન્યુઆરીના  રોજ  કોરોનાના(Corona)  નવા 23150 કેસ નોંધાયા છે. જ્યારે  છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે  15 લોકોએ જીવ ગુમાવ્યો છે.   જ્યારે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા  129875 એ  પહોંચી છે , તેમજ છેલ્લા 24  કલાકમાં   10103 લોકોએ કોરોનાને માત  આપી છે. ગુજરાતમાં  કોરોનાના સૌથી વધુ કેસ  અમદાવાદ(Ahmedabad)  શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8194 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં 5 લોકોના મોત થયા છે..તો બીજી તરફ સુરતમાં કોરોનાના 1876 કેસ સામે આવ્યા છે. સાથે જ એક દર્દીનું મોત કોરોનાને કારણે થયું છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 2823 કેસ સામે આવ્યા છે. વડોદરામાં એકપણ દર્દીનું મોત થયું નથી..રાજકોટની વાત કરીએ તો. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1707 કેસ પોઝિટિવ આવ્યા છે.. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત થયું છે..રાજ્યમાં અન્ય શહેરમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો. ગાંધીનગરમાં 547 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

ભાવનગર શહેરમાં કોરોનાના 401 કેસ સામે આવ્યા છે તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં અહીં 3 લોકોના મોત થયા છે.  જૂનાગઢમાં કોરોનાના 104 કેસ પોઝિટિવ સામે આવ્યા છે.તો બીજી તરફ જામનગરમાં 563 કેસ કોરોનાના સામે આવ્યા છે

Gujarat Corona City Update

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે અને એટલે જ સરકાર તરફથી નવું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ મામલે શનિવારે ગુજરાતના ડીજીપીની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ અધિકારી, એસપી, રેન્જ આઈજી હાજર રહ્યા હતા. જ્યારે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે નોટીફિકેશનનો માનવ અભિગમ સાથે કડક અમલ કરવામાં આવે સાથે જ નવા શહેરો જે જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં નાઈટ કરફ્યૂને લઈને જાગૃતિ આપવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તેમજ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ડીજીપીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ત્રીજી લહેરમાં કુલ 1500 પોલીસકર્મીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.. પરંતુ હાલ કોઈ પોલીસકર્મીઓ હોસ્પિટલમાં દાખલ નથી.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાએ કોરોના મૃતકોની સહાય વધારવા માંગ કરી, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી

આ પણ વાંચો :  SURAT : અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ યોજાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ કરાશે

 

Published On - 7:25 pm, Sat, 22 January 22

Next Article