Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી

ગુજરાતના ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી  કરી છે . જેમાં ભાજપે  12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.  જેમાં ભાજપે

Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી
Guajrat Bjp Candidate List
| Edited By: | Updated on: Nov 16, 2022 | 8:29 PM

ગુજરાતના ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી  કરી છે . જેમાં ભાજપે  12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં  ભાજપે રાધનપુરથી લવિંગજી ઠાકોર, પાટણથી રાજુલ દેસાઈ, હિંમતનગરથી વી.ડી. ઝાલા, ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, કલોલથી બકાજી ઠાકોર, વટવાથી બાબુસિંહ જાધવ, પેટલાદથી કમલેશ પટેલ, મહેમદાબાદથી અર્જુનસિંહ ચૌહાણ, ઝાલોદથી મહેશ ભૂરિયા, પાવી જેતપુરથી જયંતિ રાઠવા અને સયાજીગંજથી વડોદરાના મેયર કેયુર રોકડિયાને ટિકિટ આપી છે.

ભાજપે ગુજરાત ચૂંટણી માટે સોમવારે ગાધીનગર દક્ષિણ સીટથી અલ્પેશ ઠાકોર સહિત 12 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે.  અલ્પેશ ઠાકોર 2019 ભાજપ સામેલ થયા છે. તેમણે 2017 માં કોંગ્રેસ ટિકિટ પર જીત મેળવી હતી, પરંતુ 2019 માં પેટા-ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી હારી ગયા હતા.

ઉમેદવારોના નામ

    1. રાધનપુર- લવિંગજી ઠાકોર
    2. પાટણ- રાજુલ દેસાઈ
    3. હિંમતનગર- વી.ડી. ઝાલા
    4. ગાંધીનગર ઉત્તર- રીટાબેન પટેલ
    5. ગાંધીનગર દક્ષિણ- અલ્પેશ ઠાકોર
    6. કલોલ -બકાજી ઠાકોર
    7. વટવા- બાબુસિંહ જાધવ
    8. પેટલાદ- કમલેશ પટેલ
    9. મહેમદાબાદ- અર્જુનસિંહ ચૌહાણ
    10. ઝાલોદ- મહેશ ભૂરિયા
    11. પાવી જેતપુર- જયંતિ રાઠવા
    12. સયાજીગંજ- કેયુર રોકડિયા

આ દરમ્યાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું હતું કે આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી બહુમતી જીતશે અને  ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે. શાહના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહ રાજ્યમાં સતત સાતમી વખત સત્તા પર છે. શાહે એક ન્યૂઝને ચેનલને જણાવ્યું હતું કે “જો ગુજરાતમાં ભાજપને બહુમતી મળે છે, તો ભૂપેન્દ્ર પટેલ આગામી મુખ્ય પ્રધાન હશે.”

ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીની જગ્યાએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા મતવિસ્તારમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તેમને એ જ બેઠક પરથી ફરીથી ટિકિટ આપવામાં આવી છે.

અગાઉ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ ‘જાહેર સર્વે’ હાથ ધર્યા બાદ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.કોંગ્રેસે ચૂંટણી માટે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે.ગુજરાતની કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Published On - 10:16 pm, Mon, 14 November 22