ઘોડીસવારી અને ભરતનાટ્યમ શીખવા માંગતા લોકો માટે ખુશ ખબર, GTU એ લોન્ચ કર્યાં 2 નવા કોર્સ, જાણો વિગત

|

Nov 10, 2021 | 8:50 AM

ગુજરાતમાં ભરતનાટ્યમ અને ઘોડેસવારી શીખવા માંગતા લોકો માટે ખુશખબર છે. GTU હવે આ બંને વિષયોમાં કોર્ષ શરુ કરવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ વિગત.

Ahmedabad: નવી શિક્ષણ નીતિ સાથે વિદ્યાર્થીઓને તક મળે અને સાહસિકવૃતિ કેળવાય તે હેતુથી GTU વધુ બે નવા કોર્સની શરૂઆત કરવા જઇ રહ્યું છે. સર્ટિફિકેટ કોર્સના ભાગરૂપે GTU ઘોડેસવારી (horse riding) તેમજ ભરતનાટ્યમના (bharatnatyam) શિક્ષણ આધારીત બંને કોર્સ (Course) શરૂ કરશે.

ઘોડેસવારીનો કોર્ષ થશે શરુ

આ નવા શરુ થવા જનારા કોર્ષમાં પહેલા કોર્સમાં અંતર્ગત વિદ્યાર્થીઓને ઘોડેસવારીના પાઠ ભણાવવામાં આવશે. આ કોર્સ 45 દિવસનો હશે. જ્યારે ઘોડેસવારી આધારીત અન્ય કોર્સમાં ઘોડાની માવજતથી માંડીને તેનો ખોરાક અને બિમારી જેવી બાબતોને આવરી લેવામાં આવશે. 3 મહિનાના આ કોર્સમાં વિદ્યાર્થીઓ ઘોડાની તમામ બાબતોથી અવગત થઇ શકશે. જેમાં તેના ખોરાક અંગે માહિતી સાથે જ બિમારી અને તેની સારવાર અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તો સંપૂર્ણ ઘોડેસવારીનો કોર્ષ 3 મહિનાનો રહેશે, જેની ફી 20 હજાર રૂપિયા રહેશે. જેમાં અરજી કરવા માટે 11 વર્ષથી વધુ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ભરતનાટ્યમનો કોર્ષ પણ થશે શરુ

GTU આ સાથે ભરતનાટ્યમનો કોર્ષ પણ શરુ થવા જઈ રહ્યો છે. આ કોર્ષમાં ભરતનાટ્યમ (bharatnatyam) નો ઈતિહાસ, વિવિધ આંગિક મુદ્રાઓ, નૃત્યકલા અને‌ અભિનયના નવરસ‌ સંબંધિત માર્ગદર્શન અપાશે. જણાવી દઈએ કે 15 નવેમ્બરથી ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સિસ શરૂ કરવામાં આવશે. આ કોર્ષમાં 7‌ વર્ષથી ઉપરની કોઈ પણ વયના વ્યક્તિ પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. ભરતનાટ્યમનો કોર્ષ 3 મહિનાનો રહેશે, જેની ફી 2 હજાર રૂપિયા હશે.

 

આ પણ વાંચો: ઉચ્ચ શિક્ષણમાં એક સત્રની ફી માફીની કોંગ્રેસની માગ: ‘નવું શૈક્ષણિક સત્ર હજુ શરૂ ન થતા સંચાલકોને કોઈ ખર્ચ નહીં’

આ પણ વાંચો: Ahmedabad: પ્રજાના પૈસાનું પાણી કરવામાં માસ્ટર AMC, આટલા કરોડના ખર્ચે લગાવ્યા માત્ર 19 પોલ, અને હવે છે આ હાલત

Next Video