GSEB HSC 12th Results 2023 : ગુજરાત( Gujarat) બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓને પાછળ છોડ્યા છે. વિદ્યાર્થીઓનું પરિણામ 67.03 ટકા આવ્યુ છે. જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 80.39 ટકા આવ્યુ છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 13.36 ટકા વધુ છે. બીજી તરફ 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યુ છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા 44 છે.
દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા 3097 હતી. જેમાં 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગોની સંખ્યા 638 છે. ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 33.86 ટકા છે. આ વર્ષે ગત વર્ષ કરતાં 13.64 ટકા પરિણામ ઘટ્યું છે.પરિણામમાં પ્રવાહ વાર પરિણામ પર નજર કરીએ તો જણાશે કે સૌથી વધારે પરિણામ ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 78.76 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ સામાન્ય પ્રવાહનું 73. 22 ટકા આવ્યું છે. જ્યારે વ્યવસાયિક પ્રવાહનું પરિણામ 73. 82 ટકા આવ્યું છે.
ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ જાહેર, સૌથી ઓછુ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ જાહેર થયુ છે. અસારવા (અમદાવાદ) કેન્દ્રનું 61.30 ટકા , આશ્રમરોડ કેન્દ્રનું 68.54, અમરાઈવાડી (અમદાવાદ)કેન્દ્રનું 63.17 ટકા , એલિસબ્રિજ (અમદાવાદ) કેન્દ્રનું 83.42 ટકા , કોટવિસ્તાર (અમદાવાદ) કેન્દ્રનું 61.81 ટકા , નરોડા (અબદ) કેન્દ્રનું 72.06 ટકા , વાસણા-પાલડી (અમદાવાદ) કેન્દ્રનું 74.82 ટકા પરિણામ જાહેર થયુ છે.
સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59% પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67% પરિણામ જાહેર થયુ છે. અમદાવાદ શહેરનું પરિણામ 66.83 ટકા પરિણામ આવ્યુ છે. તો અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 71.15 ટકા આવ્યુ છે. અમરેલીમાં 76.54 ટકા, ખેડા જિલ્લાનું 67.75 ટકા, જામનગર જિલ્લાનું 80.28 ટકા, જૂનાગઢ 67.66 ટકા, ડાંગ જિલ્લાના આહવાનું 82.13 ટકા પરિણામ જાહેર થયુ છે.
આ પરીક્ષામાં 4, 79,298 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.
જે પૈકી 11,988 પરીક્ષાઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારો પરિણામ 33,86 ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,125 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:36 am, Wed, 31 May 23