Group Captain Varun Singh Death : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગુજરાતમાં કર્યો હતો અભ્યાસ, હેલિકોપ્ટર ક્રેશમાં કુલ મૃત્યુઆંક 14 થયો

|

Dec 15, 2021 | 2:19 PM

વરુણ સિંહના પિતા કે.પી.સિંહ 50 LT એયર ડિફેન્સ યૂનિટમાં કર્નલ હતા. 1995માં કર્નલ સિંહની બદલી કચ્છના ગાંધીધામમાં થઇ હતી. ત્યારે વરુણ સિંહ થોડા સમય માટે પરિવાર સાથે કચ્છના ગાંધીધામમાં વસવાટ કર્યો હતો.

Group Captain Varun Singh Death : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગુજરાતમાં કર્યો હતો અભ્યાસ, હેલિકોપ્ટર ક્રેશમાં કુલ મૃત્યુઆંક 14 થયો
Group Captain Varun Singh Death

Follow us on

Group Captain Varun Singh Death : ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એક માત્ર એવા વ્યક્તિ હતા જે તમિલનાડુમાં 8મી ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) બચી ગયા હતા. તેમની બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં (Command Hospital) સારવાર ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat) અને અન્ય 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

કુન્નૂરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના 13 જવાનો શહીદ થયા હતા. કુલ 13 જણાના જીવ લેનારી આ ગોઝારી દુર્ઘટનામાં એક માત્ર જવાન બચી ગયા હતા. તે હતા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ. પરંતુ, આખરે વરૂણસિંહે આ ફાની દુનિયાને અલવિદા કરી છે. વરુણ સિંહને એયર લીફ્ટ કરી બેન્ગાલુરુની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

હવે વરૂણ સિંહ આપણી વચ્ચે રહ્યાં નથી. પરંતુ, તેમનો ગુજરાત સાથે નાતો જોડાયેલો છે. જેની આપણે અહીં વાત કરવાના છીએ. આ વીર જવાન વરુણ સિંહનો ગુજરાતના કચ્છ સાથેનો ભૂતકાળમાં સંબંધ રહ્યો છે.તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે,વરુણ સિંહનો અભ્યાસ કચ્છના ગાંધીધામમાં થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વરૂણસિંહે 1996 થી 98 ગાંધીધામમાં અભ્યાસ

વરુણ સિંહના પિતા કે.પી.સિંહ 50 LT એયર ડિફેન્સ યૂનિટમાં કર્નલ હતા. 1995માં કર્નલ સિંહની બદલી કચ્છના ગાંધીધામમાં થઇ હતી. ત્યારે વરુણ સિંહ થોડા સમય માટે પરિવાર સાથે કચ્છના ગાંધીધામમાં વસવાટ કર્યો હતો. કર્નલ કે.પી.સિંહ મીઠી રોહર વિસ્તારમાં આવેલા BSF કેમ્પના ક્વાટરમાં રહેતા હતા. આ દરમિયાન વરુણ સિંહ ગાંધીધામની કેન્દ્રિય વિધાલયના વિધાર્થી રહ્યા હતા. વરુણ સિંહે ધોરણ 9 અને 10માં ગાંધીધામની કેન્દ્રીય વિધાલયના વિધાર્થી તરીકે પરીક્ષા આપી હતી. 1996થી 98ના સમયગાળામાં અહીં અભ્યાસ કરી ચુકેલા વરુણ સિંહને તેમના શિક્ષકો આજે પણ એ દિવસોને યાદ કરી રહ્યા છે.

બે વર્ષ બાદ પિતાની બદલી થતા, તેઓએ ગાંધીધામ છોડ્યું હતું. બાદમાં તેઓ ખુદ આર્મીમાં જોડાયા હતા.આજે તેમના પિતા સાથે પારિવારિક નાતો ધરાવતા આર્મી પરિવારના સદસ્યો વરુણ સિંહના ઝડપી સજા થવાની પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. પરંતુ, આખરે કુદરતને એ મંજુર ન હતું. અને, આખરે આજે આ વીરજવાને શહીદી વ્હોરી છે.

આ પણ વાંચો : અલવિદા વરુણ સિંહ : તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન

Published On - 1:19 pm, Wed, 15 December 21

Next Article