Good News : અમદાવાદમાં ગ્રીન કવર વધશે, કોર્પોરેશનનો વૃક્ષારોપણનો 75 ટકા લક્ષ્યાંક પૂર્ણ

|

Sep 17, 2021 | 12:16 PM

અમદાવાદ મહાનગર પાલિકાએ દર વર્ષના 10 લાખ વૃક્ષારોપણના બદલે આ વર્ષે 13  લાખનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાંથી 10 લાખ વૃક્ષો લગાવી દેવામાં આવ્યા છે.

Good News : અમદાવાદમાં ગ્રીન કવર વધશે, કોર્પોરેશનનો વૃક્ષારોપણનો 75 ટકા લક્ષ્યાંક પૂર્ણ
Green cover to increase in Ahmedabad Corporation achieves 75 Percent tree planting target (File Photo)

Follow us on

અમદાવાદ(Ahmedabad) શહેરના ઉભા થઈ રહેલા કોંક્રીટના જંગલો વચ્ચે કોર્પોરેશને  ગ્રીન કવર(Green Cover) વધારવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં મહાનગર પાલિકાએ આ વર્ષે શહેરના કુલ 15 લાખ જેટલા વૃક્ષો લગાવવાનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાં સારા સમાચાર એ છે કે કે અત્યાર સુધીમાં કોર્પોરેશને તેનો વૃક્ષારોપણનો(Tree Planting )  75   ટકા જેટલો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે.

અમદાવાદ શહેરમાં વધી રહેલા રિયલ એસ્ટેટના વ્યાપ વચ્ચે મહાનગર પાલિકાએ પણ શહેરના ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે પ્રયાસ શરૂ કર્યા છે. જેના મહાનગર પાલિકાએ દર વર્ષના 10 લાખ વૃક્ષારોપણના બદલે આ વર્ષે 13  લાખનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાંથી 10 લાખ વૃક્ષો લગાવી દેવામાં આવ્યા છે.

કોર્પોરેશન દ્વારા શહેરમાં 5.18 લાખ જેટલા મોટા વૃક્ષો અને 4.88 લાખ જેટલા ફૂલ છોડનો સમાવેશ થાય છે.
જેમાં અત્યાર સુધીમાં 10.07 લાખ વૃક્ષો ફુલ- છોડ વાવ્યા છે. શહેરના વિવિધ ગાર્ડનમાં પણ 1.77 લાખ જેટલા ફૂલ છોડ વાવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જ્યારે રોડ સાઇડ પર પણ 1 લાખ ફુલ છોડ તથા તુલસીના રોપા પણ 1 લાખ જેટલા વિતરણ કરવામાં આવ્યા છે. શહેરમાં ખાસ કરીને મિયાવાકી પદ્ધતિ તેમજ ગીચ વૃક્ષારોપણથી ગીચ જંગલ ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ સ્થળોએ સૌથી વધુ મોટાં વૃક્ષ વાવવામાં આવ્યાં

સરકારી કેમ્પસ, જીઆઇડીસી       96409
સરકારી કેમ્પસ, જીઆઇડીસી       55148
મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ     125936
ગીચ વૃક્ષારોપણ                          095487
બાઉન્ડ્રી પ્લાન્ટેશન                      025654

આ ઉપરાંત જો આપણે ઝોન વાઇસ વૃક્ષારોપણની વાત કરીએ તો સૌથી વધારે વૃક્ષારોપણ પૂર્વ ઝોનમાં 3 લાખ અને સૌથી ઓછું મધ્ય ઝોનમાં 21, 114 વૃક્ષોનું કરવામાં આવ્યું છે,   

ઝોન વાઇસ  વૃક્ષારોપણ
મધ્ય- 21114
પૂર્વ-301575
પશ્ચિમ- 173800
ઉત્તર -70266
દક્ષિણ- 162123
ઉ.પશ્ચિમ- 171961
દ.પશ્ચિમ -106294
કુલ         – 1007133

આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વનમાં રેકોર્ડ બ્રેક ૭૧ હજાર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો.આ ૭૧ હજાર વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી.

આ પણ  વાંચો : Rajkot : ઉપલેટામાં મોજ નદીના પૂરે તબાહી સર્જી, ખેડૂતોની સર્વે કરી સહાય આપવાની માંગ

આ પણ વાંચો : PM Modi Birthday Wishes : સોશિયલ મીડિયા પર પીએમ મોદી માટે શુભેચ્છાનું આવ્યુ પૂર, જાણો કોણે શું લખ્યુ ?

Published On - 11:56 am, Fri, 17 September 21

Next Article