Govt Scheme : ખેતરે કાંટાળા તારની વાડ કરવી છે ? તો સરકારની આ યોજનાનો મેળવો લાભ

સરકારની આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ. આ યોજના માટેની પાત્રતા શુ છે. યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે. અરજી કેવી રીતે કરવી. સરકારના કયા વિભાગને, કયા અધિકારીને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.

Govt Scheme : ખેતરે કાંટાળા તારની વાડ કરવી છે ? તો સરકારની આ યોજનાનો મેળવો લાભ
Govt Scheme, barbed wire fence plans
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 5:42 PM

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ખેતરને ફરતે લોખંડના કાંટાળા તારની વાડ માટેની નાણાંકીય સહાય યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે લોખંડના કાંટાળા તારની વાડ માટેની નાણાંકીય સહાય યોજનાનો લાભ મેળવી શકો છો.

તાર ફેન્સીંગ યોજનાનો ઉદેશ્ય

ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થવાનો છે.

કેવી રીતે લેશો યોજનાનો લાભ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અરજીને લઈને કલસ્ટર બનાવવું પડશે. અને તેને I Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ ખેડૂતોની ઓછામાં ઓછા 5 હેકટરનો વિસ્તાર માન્ય રહેશે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

તમામ ખેડૂતોએ સામુહિક અરજી કરતા સમયે એક ખેડૂતને જૂથના લીડર બનાવવાના રહેશે. અરજી સાથે ખેડૂતો કે ખેડૂતોના જૂથની વિગતો, બેંક ખાતાની વિગત પણ આપવી પડશે.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા કાંટાળા તાર માટે આવેલ અરજીઓનો કોમ્પ્યુટરરાઈઝ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. જેમની અરજી ડ્રોમાં ના આવે તેમની અરજી બીજા વર્ષે હાથ ધરાનાર ડ્રો માટે કેરીફોરવર્ડ કરવામાં આવશે.

જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી છે.

તાર ફેન્સીંગ યોજના મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે.

પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.100 પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના 50 % બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) 50 % સહાયની ચુકવણી કરવામાં આવશે.

બીજા તબકકાની ચુકવવાપાત્ર 50 % સહાય (રૂ.100 પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના 50 % બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે.

તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

  • અરજી સાથે ખેડ્રત / ખેડૂતોના જુથની વિગતો
  • બેંક ખાતાની વિગતો
  • 7/12, 8અ તેમજ આઘારકાર્ડની નકલ
  • ખેડૂતોએ જે જુથ બનાવ્યું હોય તેના લીડરને પેમેન્ટ કરવા અંગેનુ એફીડેવીટ
  • ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર
  • જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્રક

આ યોજના અંગેનો સરકારી ઠરાવ

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">