
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે શ્રમિકોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે શ્રમિકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ શ્રમિકો માટેની અમલી અકસ્માત મૃત્યુ સહાય યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે શ્રમિકોના પરિવારજનો અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો લાભ મેળવી શકો છો.
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમયોગીઓનું બાંધકામ સાઈટ પર ચાલુ કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય અથવા તો કાયમી અપંગતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેમના વારસદારને આર્થિક સહાય પુરી પાડવાનો ઉદ્દેશ આ યોજના થકી છે.
અકસ્માત થયેલ હોય તેવા શ્રમિકોના લાભાર્થીની ઉમર 18થી 60 વર્ષની હોય તો જ અરજદાર બાંધકામ શ્રમિકોની અરજી માટે પાત્ર ગણાશે
નોંધાયેલા બાંધકામ સાઈટ કે ખાનગી વ્યક્તિગત ધોરણેની ન નોંધાયેલ સાઈટ પર ચાલુ કામે નોંધાયેલ કે ન નોંધાયેલ બાંધકામ શ્રમિકનું અકસ્માતે મૃત્યુ થાય અથવા તો કાયમી અશક્ત બને તો આવા કાયમી અશકતતાના કિસ્સામાં બાંધકામ શ્રમિકોને રૂપિયા 3 લાખની સહાય આપવામાં આવે છે.
યોજના વિશે વધુ વિગતો જાણવા માટે- https://bocwwb.gujarat.gov.in/schemes-guj.htm
સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો