GANDHINAGAR : મહેસુલ વિભાગને લગતા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સરકાર કટિબદ્ધ : રાજેન્દ્ર ત્રિવેદી

|

Oct 21, 2021 | 4:58 PM

ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની મહેસુલ મંત્રીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ રાજયના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં કેટલીક મહત્વની માહિતી આપી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની મહેસુલ મંત્રીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ રાજયના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં કેટલીક મહત્વની માહિતી આપી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં મહેસુલ પ્રધાને જણાવ્યું હતું કે બેઠકમાં મહેસુલ વિભાગના પ્રશ્નોની પર ચર્ચા કરાઈ હતી. જેમાં નાગરિકોને મહેસુલ વિભાગમાં સરળતા થાય તે માટેની ચર્ચા થઇ હતી. સાથે જ મહેસુલને લગતા પ્રશ્નોના ઝડપી નિકાલ થાય એ માટે આ બેઠકનું આયોજન થયું હોવાનું મહેસુલ પ્રધાને ઉમેર્યું હતું.

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ બેઠકમાં ચર્ચા થયેલા મુદ્દાઓ અંગે વિશેષ માહિતી આપી હતી. આ બેઠકમાં મુખ્યત્વે આ મુદ્દે ચર્ચા થઇ હતી.

1. અધિકારી પાસે પડતર અરજી કે અપીલ રિમાન્ડ કરવાને બદલે ગુણદોષ પર નિકાલ કરવાનો નિર્ણય લેવાયો છે.
2. મિલકત બાબતની તકરાર કેસ વિલંબ કેસમાં અપવાદ રૂપ કેસમાં જ અરજી નામંજૂર કરવી જોઈએ.
3. જમીન કેસની સુનાવણી મહત્તમ 3 દિવસમાં ચુકાદો આપવો.
4. બંને પાર્ટીને સાંભળીને જ ચુકાદો આપવો.
5. તંત્ર દ્વારા સપ્તાહમાં 2 દિવસમાં સાંભળવું.
6. મહેસુલી સેવામાં મેળા થશે સ્થળ પર જ પ્રભારી મંત્રી દ્વારા લોક પ્રશ્ન માટે મેળો કરે જેથી સ્થળ પર નિકાલ થઈ શકે.
7. ગ્રામ્ય વિસ્તાર મસ ગામતળની દરખાસ્ત તૈયાર કરવી.

મહેસુલ પ્રધાને જણાવ્યું કે ” આવી દરખાસ્તો જે પેન્ડિંગ છે એનો મહત્તમ 15 દિવસમાં નિકાલ કરવો.આ સરકાર અનિર્ણયક રહેવા માંગતી નથી” “મહેસુલ વિભાગમાં ઝડપથી મુદ્દાઓનો નિકાલ થાય એવી કામગીરી કરાશે. રાજ્યમાં મોટાભાગે રીસર્વેનો મુદ્દો આવી રહ્યો છે. રી-સર્વેની જેટલી અરજી છે એની માટે એકપર્ટ કમિટી બનાવવામાં આવશે. “તમામ ધાર્મિક સંસ્થાઓ જેના વેચાણ ગેરકાયદેસર થયા હોય એની તાત્કાલિક અરજી સરકારને મોકલાવાની રહેશે. આ પ્રકાર જમીન જે ધાર્મિક કામો માટે છે ત્યાં આ પ્રક્રિયા ના થતી હોય તો તાત્કાલિક જમીન સરકારને આપવાની રહેશે.”

Next Video