Good News : ગુજરાત યુનિવર્સિટીમાં UPSCના તાલીમ વર્ગની પ્રવેશ પરીક્ષા 4 જૂને યોજાશે

|

Mar 21, 2023 | 10:36 AM

ગુજરાત યુનિવર્સિટીની સ્થિત પ્રજ્ઞા પીઠમ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા 2023-24માં પ્રવેશ માટેની પરીક્ષાનું આયોજન 4 જૂને કરવામાં આવ્યું છે. જ્યારે આ પરીક્ષા પરીણામ 15 જૂને જાહેર કરવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 13 માર્ચથી 30 મે સુધી રાખવામાં આવી છે.

Good News : ગુજરાત યુનિવર્સિટીમાં UPSCના તાલીમ વર્ગની પ્રવેશ પરીક્ષા 4 જૂને યોજાશે

Follow us on

દેશભરમાં વિદ્યાર્થીઓ UPSCની તૈયારી કરે છે અને તે પરીક્ષા પાસ કરી ઉચ્ચ અધિકારી બનાવવા માગે છે. ગુજરાત યુનિવર્સિટીમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) સિવિલ સર્વિસિસની વિવિધ સેવાઓ માટે યોજાનારી પરીક્ષા માટે તાલીમ શરુ થવા જઈ રહી છે. જૂન મહિનામાં યોજાનારા પ્રશિક્ષણ વર્ગોમાં સ્નાતક થયેલા યુવાનોને ભાગ લેવા માટે તક મળશે.

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદનો ઠગ ! PMO ના નામે જમ્મુ-કાશ્મીરમાં સરકારી અધિકારીઓને છેતર્યા, Z+ સિક્યોરિટી મેળવી માર્યો રોફ

કોઈ પણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવા જોઈએ. ત્યારબાદ તેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. જનરલ કેટેગરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 50 ટકા મેળવનાર અને રિઝર્વ કેટેગરીમાં 45 ટકા સાથે સ્નાતક થયેલા ઉમેદવાર આ વર્ગમાં પ્રવેશ માટે અરજી કરી શકશે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

UPSC તાલીમ વર્ગો

ગુજરાત યુનિવર્સિટીની સ્થિત પ્રજ્ઞા પીઠમ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા 2023-24માં પ્રવેશ માટેની પરીક્ષાનું આયોજન 4 જૂને કરવામાં આવ્યું છે. જ્યારે આ પરીક્ષા પરીણામ 15 જૂને જાહેર કરવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 13 માર્ચથી 30 મે સુધી રાખવામાં આવી છે.

ફોર્મ ભરવાની તારીખ 13 માર્ચથી 30 મે સુધી કરાશે

UPSCની પ્રવેશ પરીક્ષાના પરિણામ આવ્યા પછી મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ મેરિટમા આવતા હોય તે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. તે પછીથી 20 જૂને યુપીએસસીના તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક વર્ષના કોર્સ માટે વિદ્યાર્થીઓએ વાર્ષિક 15 હજાર રુપિયા ફી ભરવાની રહેશે.

ભારતમાં 2022માં કેટલા આઈએએસ

ભારતમાં IAS અધિકારીઓની કુલ 4926 કેડર સંખ્યા છે. જેમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા યોજ્યા કરવામાં આવ્યું હતુ. જેમાં 3511 IAS અધિકારીઓની સીધી ભરતી કરવામાં આવી હતી. બાકીના 1,415 IAS અધિકારીઓને રાજ્ય નાગરિક સેવાઓ દ્વારા પ્રમોશન આપવામાં આવે છે. જો કે, સંસદીય પેનલ અનુસાર, 1500 થી વધુ IAS અધિકારીઓની જરૂર છે. ભારતમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં IAS અધિકારીઓની સંખ્યા સૌથી વધુ છે.

 

Next Article