Gondal: ઓક્સિજનની અછત વચ્ચે મદદે આવ્યુ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ, 200 ઓક્સિજનના બાટલાનું કરાયુ વિતરણ

|

Apr 24, 2021 | 5:13 PM

ગોંડલના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા "માનવતાનો સાદ" કરાતા માત્ર છ કલાકમાં રૂપિયા તેર લાખ જેવી માતબર રકમ એકઠી થઇ

Gondal: ઓક્સિજનની અછત વચ્ચે મદદે આવ્યુ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ, 200 ઓક્સિજનના બાટલાનું કરાયુ વિતરણ
ફાઇલ ફોટો

Follow us on

હાલના સમયમાં જ્યારે વધુને વધુ દર્દીઓ ઓક્સિજન પર છે ત્યારે સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. ત્યારે ગોંડલના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટે કોરોનાના દર્દીઓ માટે તાત્કાલિક ધોરણએ ઓક્સિજનની વ્યવસ્થા કરી છે. ગોંડલ શહેરનું મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ છેલ્લા 21 વર્ષથી એમ્બ્યુલન્સ, મેડિકલ સાધનો, ઓક્સિજન, સ્મશાન ગૃહથી લઈ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે. વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનના બાટલાની તીવ્ર અછત હોય ટ્રસ્ટ દ્વારા માનવતાનો સાદ કરાતા માત્ર છ કલાકમાં રૂપિયા ૧૩ લાખ જેવી માતબર રકમ એકઠી થઇ ગઇ હતી અને તાબડતોબ ઓક્સિજન સિલિન્ડરની ખરીદી કરી જરૂરિયાતમંદ દર્દીઓને વિતરણ કરાયા હતા.

હાલમાં દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોનાની બીજી લહેર દેશ માટે વધુ ઘાતક સાબિત થઇ રહી છે, હજારો લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને આ વખતે દર્દીઓમાં ઓક્સિજનને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે, કેટલી હોસ્પિટલોમાં અમૂક કલાક પૂરતો જ ઓક્સિજન બચ્યો છે તો કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજન ન મળતા દર્દીઓનું મોત થઇ રહ્યુ છે. કંપનીઓ ઓક્સિજનના ઉત્પાદનને વધારવાના પ્રયત્નો કરી રહી છે તેવા સમયમાં કેટલીક ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ આગળ આવી રહી છે અને દર્દીઓની તેમજ દેશની મદદ કરી રહી છે. તેવી સ્થિતીમાં ગુજરાતના ગોંડલ શહેરનું મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ આગળ આવ્યુ છે અને દર્દીઓના શ્વાસ બચાવી રહ્યુ છે.

મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ એક અનોખા સદસ્યોનું ટ્રસ્ટ છે જેમાં સર્વે પ્રમુખ અને સર્વે સદસ્યો છે એમ્બ્યુલન્સ, શાંતિ રથ અને સ્મશાનની સેવા આપતુ આવ્યુ છે. વર્તમાન સમયે ઓક્સિજનના વધુ ને વધુ બાટલાની જરૂરિયાત હોય ત્યારે સત્તા દ્વારા માનવતાનો સાદ કરાતા માત્ર છ કલાકમાં જ તેર લાખ રૂપિયા જેટલી રકમ એકઠી થઈ જતા ગાંધીધામ કચ્છ થી 10 કિલોની સાઈઝના 200 બાટલા ખરીદ કરવામાં આવ્યા હતા જે બાટલા આજરોજ ગોંડલ આવી જતા ગણતરીની કલાકોમાં જ વિતરણ કરી આપવામાં આવ્યા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે જરૂરિયાત હોય તેટલો સમય જ ઓક્સિજનનો બાટલો તમારી પાસે રાખો બાદમાં તુરંત જ ટ્રસ્ટને બાટલો ફરીથી જમા કરાવો જેથી કરીને અન્ય દર્દીઓ પણ તેનો લાભ લઇ શકે.

 

 

Next Article