લગ્નસરાની સિઝનમાં સોનાના ભાવમાં ઉછાળો, છતા સોનાની ખરીદીમાં તેજીનો માહોલ

|

Nov 13, 2021 | 3:39 PM

સોનાના ભાવમાં વધારા અંગે બજારના જાણકારોનું કહેવું છે કે અમેરિકામાં મોંઘવારીનો દર વધી રહ્યો છે. આ સિવાય ચીનના બજારમાં સોનાની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

અમદાવાદ : દિવાળી બાદ સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. હાલ જયારે રાજયમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે જ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. જોકે, સોનાના ભાવમાં વધારા વચ્ચે લગ્ન માટે હવે લોકોએ સોનાની ખરીદી પણ શરૂ કરી દીધી છે. તો એન.આર.આઈ. પણ મોટી માત્રામાં સોનાની ખરીદી કરી રહ્યાં છે. નોંધનીય છેકે સોનાનો ભાવ 4 મહિના બાદ 50 હજારને પાર થયો છે. દિવાળી અગાઉ ધનતેરસ અને દિવાળી સુધી સોનાનો ભાવ 49 હજાર આસપાસ રહ્યો હતો. 60 વર્ષ બાદ આવેલા ગુરુપુષ્યામૃત યોગના દિવસે પણ મોટી માત્રામાં સોનું ખરીદાયું હતું. તો દિવાળી અને ધનતેરસના દિવસે પણ લોકોએ સારી એવી માત્રામાં સોનુ ખરીદ્યું હતું. જેથી હાલ જવેલર્સના વેપારમાં ચાંદી જ ચાંદી દેખાઇ રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ નજીવો ઘટીને 1,857 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી 25.17 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી હતી. સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં વધારા અંગે બજારના જાણકારોનું કહેવું છે કે અમેરિકામાં મોંઘવારીનો દર વધી રહ્યો છે. આ સિવાય ચીનના બજારમાં સોનાની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. વધતી જતી ફુગાવાના કારણે વેપારીઓ સોનામાં હેજિંગ કરી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં અમેરિકામાં વાર્ષિક ધોરણે ફુગાવાનો દર 6.2 ટકા હતો, જે વર્ષ 1990 પછી સૌથી વધુ છે.

આ પણ વાંચો : અમિત શાહે કહ્યું કેટલાક લોકો પવિત્ર ભૂમિને બદનામ કરે છે, આઝમગઢને આતંકનો અડ્ડો બનાવી દીધો, હવે અહીં બનશે કોલેજો

Next Video