ઘોઘા-દહેજ વચ્ચે પેસેન્જર ફેરી શરૂ કરવા GMBની હિલચાલ, ઓછા પાણીમાં ચાલી શકે તેવી નાની બોટનો થશે ઉપયોગ

|

Dec 10, 2020 | 3:53 PM

ઘોઘા-દહેજ વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનો પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો હતો. પરંતુ હવે તેને શરૂ કરવા માટે હવે પેસેન્જર ફેરી શરૂ કરવા માટે હિલચાલ ચાલી રહી છે. સતત ઢસડાઈને આવતા કાંપને કારણે અને ડ્રેજીંગના સતત વધતા જતા ખર્ચને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો હતો. ગુજરાત મેરિટાઇમ પોતાની શાખ જાળવી રાખવા માટે હવે ઘોઘા-દહેજ વચ્ચે પેસેન્જર […]

ઘોઘા-દહેજ વચ્ચે પેસેન્જર ફેરી શરૂ કરવા GMBની હિલચાલ, ઓછા પાણીમાં ચાલી શકે તેવી નાની બોટનો થશે ઉપયોગ

Follow us on

ઘોઘા-દહેજ વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનો પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો હતો. પરંતુ હવે તેને શરૂ કરવા માટે હવે પેસેન્જર ફેરી શરૂ કરવા માટે હિલચાલ ચાલી રહી છે. સતત ઢસડાઈને આવતા કાંપને કારણે અને ડ્રેજીંગના સતત વધતા જતા ખર્ચને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો હતો. ગુજરાત મેરિટાઇમ પોતાની શાખ જાળવી રાખવા માટે હવે ઘોઘા-દહેજ વચ્ચે પેસેન્જર બોટ ચલાવવાની હિલચાલ કરી રહ્યું છે. દહેજ ખાતે ઓછા પાણી મળે તો પણ આ બોટ જેટી સુધી આવી શકે તેટલા ઓછા ડ્રાફ્ટની આવશ્યક્તા વાળી બોટની શોધ પણ શરૂ કરાઈ છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

દહેજ ખાતે ડ્રેજીંગની સમસ્યા તો હતી જ, તદ્ઉપરાંત દહેજથી સુરત વચ્ચેનું રોડ માર્ગનું અંતર પણ ખૂબ હતું. અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે મુસાફરોને 2 કલાકનો સમય લાગતો હતો. તેના કારણે મુસાફરો અગવડતા અનુભવી રહ્યા હતા. હવે જ્યારે ઘોઘા-હજીરા રો-પેક્સ સેવા સફળતાપૂર્વક કાર્યરત છે. ત્યારે માત્ર પેસેન્જર બોટનો ટ્રાફિક ઘોઘા-દહેજ વચ્ચે મળવો કપરૂ કાર્ય છે. મુખ્ય ટ્રાફિક ઘોઘા અને હજીરા વચ્ચે છે, અને મુસાફરો, ટ્રાન્સપોર્ટરોને આ દરિયાઇ રૂટ માફક આવી રહ્યો છે. ઉપરાંત હજીરા ખાતે કાયમ 7 મીટરના પાણી જહાજને મળી રહે છે.તેથી આ પ્રોજેક્ટની સફળતા માટે નિષ્ણાંતો આશાવંત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article