નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ – NAAC એ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે અને યુનિવર્સિટીના મૂલ્યાંકનમાં અને ગ્રેડ આપવામાં આ સંસ્થા દ્વારા સૂક્ષ્મતાપૂર્વક તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવે છે.
VERAVAL : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાતની રાજ્યની એકમાત્ર એવી પ્રથમ યુનિવર્સિટી બની છે જેને NAAC દ્વારા A+ ગ્રેડની માન્યતા મળી હોય.16 વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી મોદીજીના હસ્તે શરૂ થયેલી આ યુનિવર્સિટી નાનકડા બીજમાંથી આજે વટ વૃક્ષ બની છે. રાજ્ય અને દેશભરમાંથી છાત્રો સંસ્કૃતનો અભ્યાસ કરવા અહિં આવે છે. જેઓને દેવભાષા સંસ્કૃત સાથે વેદ-યોગ, આયુર્વેદ અને ધ્યાન સહીત અનેક વિષયોનું શિક્ષણ અપાઈ રહ્યું છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની તાજેતરમાં NAACની ટીમે મુલાકાત લીધી હતી.. અને તમામ સ્તરે ઊચ્ચતમ મુલ્યાંકન કરતાં A પ્લસ રેટ મળવી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે..જેનુ ગૌરવ સમગ્ર રાજ્ય લઈ રહ્યું છે, ત્યારે દેવભાષા સંસ્કૃતને વીશ્વફલક પર લઈ જવા યુનિવર્સિટીના કુલપતી સહીત સમગ્ર સ્ટાફ ભારે જહેમત ઊઠાવી રહ્યા છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડો.ગોપબંધુ મિશ્રાએ કહ્યું કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ – NAAC એ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે અને યુનિવર્સિટીના મૂલ્યાંકનમાં અને ગ્રેડ આપવામાં આ સંસ્થા દ્વારા સૂક્ષ્મતાપૂર્વક તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવે છે. આવી સંસ્થા દ્વારા ગુજરાતમાંથી એક માત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને A+ ગ્રેડની માન્યતા આપવામાં આવી છે, જે ખુબ ગૌરવની વાત છે.
આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો વિગતવાર