DIU : દીવમાં ઠેર ઠેરથી લોકો એડવેન્ચર કરવા માટે પ્રવાસે આવતા હોય છે… ત્યારે આ જ રીતે નાગવા બીચ પર એડવેન્ચર કરવા આવેલા એક પ્રવાસી દંપતીને કડવો અનુભવ થયો છે.દંપતી પેરાસેઇલિંગ (Parasailing)કરી રહ્યા હતા..અને તે દરમિયાન જ બોટ અને પેરાશુટ વચ્ચે બાંધેલું દોરડું અચાનક તુટતા અકસ્માત સર્જાયો હતો… જોકે પેરાશૂટથી પ્રવાસીઓ નીચે દરિયામાં પટકાતા દંપતિને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.
પરંતુ આ ઘટના બાદ દીવ ટુરિઝમના અધિકારી ભૂલ સ્વીકારવાથી ભાગ્યા હોવાનો તેમજ પ્રવાસી દંપતીને ધમકાવી હેરાન કર્યા હોવાનો આરોપ છે.. તેમજ પ્રવાસી દંપતિને પોલીસ સ્ટેશનમાં ગયા હતા..જ્યાં તેમને બેસાડી રખાયાનો આરોપ નાખ્યો છે. તો સાથે પોલીસ અને પ્રશાસન વિભાગની મીલીભગતને કારણે દાદાગીરી અને તોછડા વર્તનનો પ્રવાસી ભોગ બન્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
દીવમાં પેરાસેઇલિંગ (Parasailing) દરમિયાન દોરડું તુટવાની આ પ્રથમ ઘટના નથી, પણ વર્ષ 2018માં પણ આવી જ ઘટના ઘટી ચુકી છે. વર્ષ 2018માં ગાઝિયાબાદથી એક મહિલા પરિવાર સાથે દીવમાં ફરવા આવી હતી. આ દરમિયાન તેણે દરિયાકાંઠે પેરાસેઇલિંગ કર્યું હતું. જેમાં દરિયાકાંઠે જીપ સાથે દોરડું બાંધીને મહિલા આકાશમાં ઉડી હતી. આ દરમિયાન જીપ સાથે બાંધીલું દોરડું તૂટી ગયું હતું અને મહિલા બીચ પર નીચે પટકાઈ હતી.
આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ
આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું