Gir Somnath : મહા શિવરાત્રીમાં દેવાધિદેવને ઘેર બેઠા નજીવા દરે અર્પણ થશે બીલીપત્ર, જાણો સમગ્ર વિગતો

|

Feb 02, 2023 | 8:21 AM

શિવરાત્રીના દિવસે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે. બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પર જઈને પૂજા નોંધાવી શકશે.

Gir Somnath : મહા શિવરાત્રીમાં દેવાધિદેવને ઘેર બેઠા નજીવા દરે અર્પણ થશે બીલીપત્ર, જાણો સમગ્ર વિગતો
સોમનાથમાં શિવરાત્રિ મહોત્સવ

Follow us on

દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા અર્ચના માટેનો મહા શિવરાત્રીનો અવસર હવે નજીકમાં જ છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના દર્શન કરવા માટે ભક્તજનો આતુર હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે ભક્તજનો માટે બ્લિવપૂજા સેવા લોન્ચ કરી છે. જેમાં ફક્ત 21 રૂપિયાના ટોકન દરે કોઈ પણ ભાવિક ભક્ત તેમના નામ સાથે સોમનાથ ભગવાનના ચરણોમાં બિલ્વપત્ર અર્પણ કરી શકશે. શિવરાત્રીની પૂજા તારીખ 18  ફ્રેબુઆરીના રોજ કરવામાં આવશે તેમજ શિવરાત્રિના પર્વમાં  ભોળાનાથની વિશેષ પૂજા પણ કરવામાં આવશે.

રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી.  નોંધનીય છે કે શાસ્ત્રો અને પુરાણોમાં કહેવાયું ઠે કે શિવજી એવા દેવ છે જે જલદી રીઝી જાય છે અને તેમને ભક્તિભાવ પૂર્વક બીલીપત્ર અર્પણ કરવાથી મનને શાંતિ મળે છે.

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ લોકોના દીધેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે.

 

સોમનાથ મંદિરની સત્તાવાર વેવબાઇટ ઉપર નોંધાશે પૂજા

શિવરાત્રીના દિવસે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે. બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પર જઈને પૂજા નોંધાવી શકશે. શિવરાત્રિ માટે સોમનાથ ટ્રસ્ટ મંદિર દ્વારા બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી છે. સેવા નોંધાવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટ ભક્તોને આપેલા એડ્રેસે ઉપર પ્રસાદ સ્વરૂપે બિલ્વ પૂજાના બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ મોકલશે. આ સેવા માત્ર શિવરાત્રિના પાવન અવસર માટે જ શરૂ કરવામાં આવી છે ત્યાર બાદ આ સેવા બંધ કરી દેવામાં આવશે.  સોમનાથ ટ્રસ્ટે શિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે “બિલ્વપૂજા સેવા” લોન્ચ કરી છે. જેમાં માત્ર રૂપિયા 21 ઓનલાઈન ભરીને કોઈપણ ભક્ત પોતાના નામ તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકશે.

 

 

 

 

Published On - 7:47 am, Thu, 2 February 23

Next Article