રાજ્યમાં (Gujarat) ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. શનિવારે અનેક તાલુકામાં છૂટોછવાયો વરસાદ (Rain) વરસ્યા બાદ આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ મેઘરાજાની પધરામણી થઇ છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી,(Amreli) જૂનાગઢ, રાજકોટમાં વરસાદ પડ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય ગુજરાતમાં ગાંધીનગરમાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાકમાં સત્તાવાર રીતે ચોમાસાની (Monsoon 2022) એન્ટ્રી થશે,ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના કુલ 28 તાલુકામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ડાંગ, ગીરસોમનાથ, તાપીમાં વરસ્યો 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.જ્યારે વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં(Surendranagar) પણ 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો.