Monsoon 2022: મેઘરાજાની ધુંઆધાર બેટિંગ, 24 કલાકમાં ગુજરાતના 200થી વધુ તાલુકામાં વરસાદ

|

Jul 06, 2022 | 9:22 AM

ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ મેઘરાજાએ ગુજરાતના મોટાભાગના સ્થળો પર પોતાનું હેત વરસાવ્યુ છે. સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી (Rain) માહોલ છવાયો છે. ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના કુલ 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Monsoon 2022: મેઘરાજાની ધુંઆધાર બેટિંગ, 24 કલાકમાં ગુજરાતના 200થી વધુ તાલુકામાં વરસાદ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

Follow us on

ગુજરાતમાં (Gujarat) ચોમાસામાં (Monsoon 2022) જાણે આભ વરસી રહ્યુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ (Rain) નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યના કુલ 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના (Gir somnath)સૂત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય પણ અનેક સ્થળોએ સારો એવો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. તો ઘણા શહેરોમાં રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહી છે.

સૌથી વધુ ગીરસોમનાથના સૂત્રાપાડામાં 7 ઈંચ વરસાદ

ચોમાસાની શરુઆતમાં જ મેઘરાજાએ ગુજરાતના મોટાભાગના સ્થળો પર પોતાનું હેત વરસાવ્યુ છે. સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના કુલ 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 100 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધુ ગીરસોમનાથના સૂત્રાપાડામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો આજે સવારે 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગઈકાલે ગીરસોમનાથના કોડિનારમાં પણ 6 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે બે કલાકમાં કોડિનાર અને વેરાવળમાં 2.75 ઈંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ સારો વરસાદ નોંધાયો છે. રાજ્યના 60 તાલુકાઓમાં વરસ્યો 1થી 7 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 6, 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શકયતા છે. ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.

Published On - 9:18 am, Wed, 6 July 22

Next Article