સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, દરિયો બન્યો તોફાની

|

Jun 11, 2022 | 5:59 PM

સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક વિસ્તારમાં આજે છુટો છવાયો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, જેતપુર, જુનાગઢ સહિત કેટલાક સ્થળોએ વરસાદ (Rain) પડ્યો છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, દરિયો બન્યો તોફાની
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ

Follow us on

નૈઋૃત્યનું ચોમાસું (Monsoon 2022) હાલમાં મધ્ય અરબી સમુદ્ર, કોંકણ, મુંબઈ સહિત, મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં આગળ વધ્યું છે. મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની મુંબઈ મહાનગર પાલિકાએ જાહેરાત કરી છે. જેના પગલે ગુજરાતના (Gujarat) સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક વિસ્તારમાં પણ આજે છુટો છવાયો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, જેતપુર, જુનાગઢ,સહિત કેટલાક સ્થળોએ વરસાદ (Rain) પડ્યો છે. વરસાદ થતા વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.

ગીર ગઢડામાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ

ગીર સોમનાથના ગીર ગઢડામાં વાતાવરણ પલટાતા ફક્ત અડધા કલાકની અંદર એક ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે બજારના રસ્તા પાણીથી ભરાઇ ગયા હતા. ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને રાહતનો અનુભવ થયો હતો.

વરસાદના પગલે વીજળી ગુલ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વરસાદના પગલે ભારે બફારામાંથી લોકોને રાહતનો અનુભવ થઇ રહ્યો છે. જો કે વરસાદના પગલે શહેરમાં વીજળી પણ ગુલ થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

ભાદર ડેમમાં વરસાદી પાણીનું આગમન

રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેતપુર તાલુકાના ગામડાઓમાં ગાજવીજ સાથે મેઘસવારી ઉતરી હતી. પાંચ પીપળા ગામે પડ્યો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ભાદર ડેમમાં વરસાદી પાણીનું આગમન થયુ છે. તો જૂનાગઢ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. જૂનાગઢ અને વિસાવદરમાં વરસાદ પડ્યો છે.

છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ

છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં વરસાદનું આગમન થયું હતું. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. ક્વાંટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો નસવાડીના ડુંગર વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું. દામણીઆંબા, ભગીયા વાડ, ઘૂંટીયા આંબા, કડુલી, મહુડી જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

ખેડૂતોને કેરીના પાકને નુકસાનની ભીતિ

વલસાડ જિલ્લાના ધરમપુર અને આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે. જો કે વરસાદી વાતાવરણથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. બીજી તરફ વલસાડમાં આવેલો તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયાના મોજા ઊંચે ઊંચેથી ઉછળી રહ્યા છે.

મહત્વનું છે કે દક્ષિણ ભારતના કર્ણાટકના કેટલાક ભાગમાં પણ ચોમાસું પહોંચ્યું છે. જ્યારે તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે. દેશના મોટા હિસ્સામાં ચોમાસા પાંચથી સાત દિવસમાં પહોંચે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદનો પ્રારંભ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Published On - 5:36 pm, Sat, 11 June 22

Next Article