ગુજરાતમાં ચરસ ઘૂસાડવાની કોશિશને નિષ્ફળ બનાવતા SOGએ માંગરોળમાંથી ચરસનો 6 કિલોનો જથ્થો ઝડપ્યો

|

Aug 03, 2022 | 4:48 PM

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વશામશેટીના સીધા માર્ગદર્શન હેઠળ એસોજી દ્વારા માંગરોળના (Mangrol) નવી બંદર વિસ્તારમાં બનતી નવી જેટીના દરિયા કિનારા પાસેથી અર્ધ સળગેલી હાલતમાં બે પેકેટ અને બાકીના ચાર પેકેટ મળી કુલ છ કિલોનો બિન વારસો જથ્થો ઝડપાયો.

ગુજરાતમાં ચરસ ઘૂસાડવાની કોશિશને નિષ્ફળ બનાવતા SOGએ  માંગરોળમાંથી ચરસનો 6 કિલોનો જથ્થો ઝડપ્યો
junagadh SOG seized 6 kg of charas while foiling an attempt to smuggle charas into Gujarat

Follow us on

જૂનાગઢ એસઓજી (SOG) પોલીસે માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લાખો રૂપિયાનું ચરસ જપ્ત કર્યું હતું. ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના હેતુથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો સૌરાષ્ટ્રના (Arabi Samudra) દરિયા કિનારાથી ઘૂસાડવાના પ્રયત્નને જૂનાગઢ એસઓજી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગત મોડી સાંજથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મળેલી બાતમીને આધારે જૂનાગઢ એસઓજીની ટીમ દ્વારા આ ઓપરેશનને એક્ટિવ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વશામશેટીના સીધા માર્ગદર્શન હેઠળ એસોજી દ્વારા માંગરોળના (Mangrol) નવી બંદર વિસ્તારમાં બનતી નવી જેટીના દરિયાકિનારા પાસેથી અર્ધ સળગેલી હાલતમાં બે પેકેટ અને બાકીના ચાર પેકેટ મળી કુલ છ કીલોનો બિન વારસો જથ્થો ઝડપાયો હતો. દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસનો જથ્થો ઝડપાતા જૂનાગઢ પોલીસ સતર્ક બની ગઈ હતી અને દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીઓને પણ સતત કરી દેવામાં આવી હતી.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને માંગરોળ ચોરવાડ શીલ સહિતના દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે પોલીસને ફરીથી 32 જેટલા પેકેટ બિનવારસી હાલતમાં ચરસના મળી આવ્યા હતા. કુલ 39 જેટલા પેકેટો અત્યાર સુધીમાં મળી આવ્યા છે, આ અંગે પોલીસે એફએસએલને (FSL) જાણ કરી અને આ નશીલો પદાર્થ ચરસ જ છે કે અન્ય કોઈ બીજી વસ્તુ તે અંગે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

હાલ તો જૂનાગઢ માંગરોળ અને મરીન પોલીસ સહિત એસોજી ટીમના માર્ગદર્શન હેઠળ આ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં શકમંદોની પૂછપરછ પણ શરૂ કરી છે અને આ જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા અનેક સવાલ ઉભા થયા છે, જેનો જવાબ તપાસ બાદ જ જાણવા મળશે.

 

વિથ ઇનપુટઃ વિજયસિંહ પરમાર

Published On - 4:46 pm, Wed, 3 August 22

Next Article