Somnath:સોમનાથમાં થશે શ્રાવણોત્સવનો પ્રારંભ, ભોળાનાથના શૃંગાર દર્શન, હિંડોળા દર્શનથી માંડીને ટ્રાફિક વ્યવસ્થા અંગેની જાણો તમામ વિગતો

|

Jul 28, 2022 | 10:48 PM

સોમનાથ મંદિર  (Somnath temple) ખાતે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે  મંદિર તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી દૂર સૂદૂરથી આવતા ભક્તજનોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય, સોમનાથની આસપાસ આવેલા ભાલકા તીર્થ, ગીતા મંદિર, ગોલોકધામ તીર્થમાં શ્રાવણ માસને અનુલક્ષીને એકમથી અમાસ સુધી હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

Somnath:સોમનાથમાં થશે શ્રાવણોત્સવનો પ્રારંભ, ભોળાનાથના શૃંગાર દર્શન, હિંડોળા દર્શનથી માંડીને ટ્રાફિક વ્યવસ્થા અંગેની જાણો તમામ વિગતો
SOMNATH TEMPLE

Follow us on

ગુજરાતમાં પવિત્ર  શ્રાવણ (Shravan 2022 ) માસના પ્રારંભે બે વર્ષ બાદ દર્શનાર્થીઓ  સોમનાથ  મહાદેવના (Somnath Mahadev )  દર્શન કરી શકશે. તેના માટે  સોમનાથ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાથી માંડીને દર્શનની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે  બાર જ્યોતિર્લિંગમાં સર્વ પ્રથમ અને અતિપવિત્ર મંદિર સોમનાથ તેમજ પ્રસિદ્ધ યાત્રાધામ  સોમનાથ મંદિર માં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે હર હર શંભુનો નાદ ગૂંજી ઉઠશે.  આ વર્ષે સોમનાથ મંદિર   ખાતે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે.  ત્યારે  મંદિર તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી દૂર સૂદૂરથી આવતા ભક્તજનોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય .

તેમજ મંદિરની અને ભક્તજનોની સુરક્ષા વ્યવસ્થા પણ જળવાઈ રહે. દરમિયાન બારમાં વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે બાપા સિતારામ સેવા ટ્રસ્ટના 300 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરવામાં આવ્યું. દર વર્ષે આ સેવામંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઇના સંસાધનો, રસોઇનો સામાન, વગેરે લઇ સોમનાથ પહોચે છે. એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઇ કરે છે. ત્યાર બાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા અને ધ્વજારોપણ કરી પરત ફરે છે.

કોરોના (Covid) મહામારીના લીધે વર્ષ 2020 તથા 2021 દરમ્યાન આ સફાઇ અભિયાન થઇ શક્યું નહોતું પરંતુ આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. 300 જેટલા સ્વયં સેવકો સોમનાથ મંદિર, અહલ્યાબાઇ મંદિર, ગોલોકધામ, ભાલકા તિર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિઠલેશ્વર મંદિર-પ્રાચી , શશીભુષણ મહાદેવ ભીડીયા ખાતે સ્વચ્છતા કાર્ય કર્યું હતું.જેમાં  સોમનાથ ટ્રસ્ટના સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો

સોમનાથમાં શ્રાવણ ઉત્સવનો થશે પ્રારંભ, 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરે તેવો અંદાજ

સોમનાથ મંદિર ખાતે શ્રાવણ સુદ એકમ શુક્રવારથી શ્રાવણોત્સવનો પ્રારંભ થશે. મંદિરમાં થતી તમામ પૂજા વિધી માટે શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન પૂજા વિધી નોંધાવી શકશે. લાંબા સમય બાદ શ્રાવણ માસમાં દેવાધિદેવના દર્શન થતા હોવાથી 10 લાખ દર્શનાર્થીઓ દર્શન કરે તેવો અંદાજો છે જો કે દર્શનાર્થીઓ મંદિર પરિસરમાં ક્યાયં રોકાઈ શકશે નહીં, યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત તેમજ સ્ટાફની સુવિધા રાખવામાં આવી છે. તો સરદાર પટેલની પ્રતિમા નજીક મંત્રજાપ માટે કુટિર પણ બનાવવામાં આવી છે.

ભાલકા તીર્થ, ગીતા મંદિર ખાતે હિંડોળા ઉત્સવનું આયોજન

સોમનાથની આસપાસ આવેલા ભાલકા તીર્થ, ગીતા મંદિર, ગોલોકધામ તીર્થમાં શ્રાવણ માસને અનુલક્ષીને એકમથી અમાસ સુધી હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રાવણમાં દર્શનની વિશેષ વ્યવસ્થા

ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જો કે ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોઈ પણ ભાવિક ભક્ત મંદીરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે. ટ્રસ્‍ટની વેબસાઇટ અને સોશિયલ મીડિયાના ઓફિશયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. સોમનાથ ખાતે મહાદેવને વિશિષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવશે. તો દિવ્યાંગ, અશક્ત યાત્રિકો માટે વ્હિલચેર અને ઇ રીક્ષા પણ  ઉપલબ્ધ રહેશે.

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે દર્શનનો સમય

  • સવારે 6-15થી પ્રાત મહાપૂજાના પ્રારંભ થશે
  • 7-00 વાગ્યે પ્રાતઃઆરતી થશે
  • 7-45 થી સવાલક્ષ બિલ્વાર્ચન અર્પણ થશે
  • 9-00 વાગ્યાથી યાત્રિકો દ્વારા નોંધાવાવમાં આવેલા રૂદ્રપાઠ તેમજ મૃત્યુંજય મંત્રનો પાઠ કરવામાં આવશે.
  • 11-00 વાગ્યે મધ્યાહન પૂજા અને મહાદુગ્ધ અભિષેક કરવામાં આવશે
  • 12-00 વાગ્યે મધ્યાહન આરતી થશે
  • સાંજે 5 થી 8 દરમિયાન સાંજના શૃંગાર દર્શન અને દીપમાળાના દર્શન થશે
  • સાંજે 7-00 વાગ્યે સંધ્યા આરતી થશે
  • રવિવાર તથા સોમવાર અને તહેવારના દિવસોમાં દર્શનનો સમય સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે
  • બાકીના દિવસોમાં દર્શનનો સમય સવારે 5-30થી રાત્રે 10-00 વાગ્યા સુધી રહેશે.

ટ્રાફિકની વ્યવસ્થામાં કરવામાં આવ્યો ફેરફાર

  • શ્રાવણ માસ દરમિયાન ગુરૂકુળ શંખ સર્લથી શ્રીરામ મંદિરનો રસ્તો એકમાર્ગીય રહેશે.
  • પાર્કિંગ સુવિધા ,ક્લોક રૂમ, જૂતાઘરની સુવિધા પણ વધારવામાં આવી છે
  • મંદિર ટ્રસ્ટ, નગર પાલિકા, પવિત્ર યાત્રાધાર્ વિકાસ બોર્ડ દ્વારા સ્વચ્છતા જાળવવા કરાઈ અપીલ
  • સોમનાથમાં શ્રાવણ માસમાં યાત્રિકોનો ઘણો ધસારો રહે છે ત્યારે મંદિર ટ્રસ્ટ, નગર પાલિકા, પવિત્ર યાત્રાધાર્ વિકાસ બોર્ડ દ્વારા કચરો કચરા પેટીમાં નાખીને સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી છે.

 

 

Published On - 10:42 pm, Thu, 28 July 22

Next Article