સાસણ-ગીર ફરવાનો પ્લાન હોય તો આ 15 દિવસમાં જ જઇ આવજો, પછી નહીં થાય સિંહ દર્શન, વાંચો કારણ

|

Jun 01, 2023 | 9:46 AM

હાલમાં ઉનાળાનું વેકેશન (summer vacation) ચાલી રહ્યુ છે. લોકો પરિવાર સાથે અલગ અલગ સ્થળે ફરવા જઇ રહ્યા છે. ત્યારે જો તમે વેકેશનમાં ગીરના જંગલમાં સિંહ દર્શન (Lion) કરવા જવાનું આયોજન બનાવી રહ્યા છો તો તમારે આ 15 દિવસમાં જ મુલાકાત લઇ લેવી પડશે.

સાસણ-ગીર ફરવાનો પ્લાન હોય તો આ 15 દિવસમાં જ જઇ આવજો, પછી નહીં થાય સિંહ દર્શન, વાંચો કારણ

Follow us on

Gir somnath : હાલમાં ઉનાળાનું વેકેશન (summer vacation) ચાલી રહ્યુ છે. લોકો પરિવાર સાથે અલગ અલગ સ્થળે ફરવા જઇ રહ્યા છે. ત્યારે જો તમે વેકેશનમાં ગીરના જંગલમાં સિંહ દર્શન (Lion) કરવા જવાનું આયોજન બનાવી રહ્યા છો તો તમારે આ 15 દિવસમાં જ મુલાકાત લઇ લેવી પડશે, કારણકે 15 દિવસ પછી તમે ગીરના જંગલમાં સિંહ દર્શન કરી શકશો નહીં. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં.

આ પણ વાંચો-RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ અપાયો, કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ કરવામાં આવ્યા

16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહદર્શન માટે આવતા હોય છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. સાસણ ગીરમાં પ્રવાસીઓ અનેક આશાઓ સાથે આવતાં હોય છે. જેથી આ ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ મજા માણી શકે તે માટે સફારી પાર્કના સ્થાને દેવળીયા પાર્ક ખુલ્લુ રાખવામાં આવશે.

ચોમાસાની સિઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા 16 જૂન સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે.

ચોમાસામાં ગીર જંગલના સફારી રૂટના રસ્તાઓ ખુબ જ કાચા હોવાથી જીપ્સી કાર ફસાય શકે છે. આ ઉપરાંત માત્ર સિંહ ઉપરાંત દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોનો પણ ચોમાસાના સમયગળામાં જ પ્રજનન કાળ ચાલતો હોય છે.

સિંહોના ચાર મહિનાના વેકેશનના સમયગાળામાં ગીર જંગલમાં જવા ઉપર પ્રવાસીઓ માટે નો-એન્ટ્રી રહે છે, પરંતુ વન વિભાગની ટીમો આવા સમયે પણ જંગલમાં સિંહો પર દેખરેખ અને મોનીટરીંગ રાખે છે. વન્યપ્રાણીઓ માટે જરૂર પડે તે માટે વિભાગની રેસ્ક્યુ ટીમ પણ ખડેપગે રાખે છે. આમ, ચાર મહિનાના સિંહોના વેકેશન પૂર્ણ થયા બાદ સિંહોની વસ્તીમાં ચોક્કસ વધારો જોવા મળે તેવી આશા વન્યપ્રેમીઓ સેવી રહ્યા છે.

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article