સોમનાથમાં બનશે અદ્યતન ભાજપ કાર્યાલય, સી.આર.પાટીલ રવિવારે ખાતમુહૂર્ત કરશે

સોમનાથમાં બનશે અદ્યતન ભાજપ કાર્યાલય, સી.આર.પાટીલ રવિવારે ખાતમુહૂર્ત કરશે

| Edited By: | Updated on: Oct 09, 2021 | 9:17 AM

સોમનાથમાં ભારતભરમાં આવું ભવ્ય અને અદ્યતન સુવિધાયુક્ત પ્રથમ કાર્યાલય બનશે.તમામ પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારોથી નાના કાર્યકરોના સહયોગથી સોમ કમલમ ભાજપ કાર્યાલય બનાવવામાં આવશે.

ગુજરાત(Gujarat)ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ(CR Patil)રવિવારે સોમનાથમાં(Somnath)ભાજપ કાર્યાલયનું (Bjp Office)ખાતમુહૂર્ત કરશે. જેમાં કમળના આકારનું ભાજપ કાર્યાલય બનશે જેનું નામ સોમ કમલમ(Somkamalam)રખાયુ છે. ભારતભરમાં આવું ભવ્ય અને અદ્યતન સુવિધાયુક્ત પ્રથમ કાર્યાલય બનશે.તમામ પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારોથી નાના કાર્યકરોના સહયોગથી  સોમ કમલમ ભાજપ કાર્યાલય બનાવવામાં આવશે

આ કાર્યાલયમાં 400 અને 150 લોકોની ક્ષમતા ધરાવતા 2 હોલ બનાવવામાં આવશે. તેમજ સોમનાથ આવનારા લોકો માટે પણ આ કાર્યાલય આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પણ વાંચો :અમદાવાદના એસ. જી. હાઇવે પરના બેન્કવેટ હોલમાં ગરબાના આયોજન પર રેડ, પોલીસ ફરિયાદ દાખલ

આ પણ વાંચો : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગર શહેર-જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન