Girsomnath : PM મોદીના જન્મદિન નિમિતે સોમનાથમાં માર્કંડેય પૂજા, લઘુરૂદ્ર વિશેષ મહાપૂજા કરાઇ

|

Sep 17, 2021 | 11:50 AM

પીએમ મોદી 1972માં સંઘ સાથે જોડાયા હતા. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2019માં બીજી વખત દેશના વડા પ્રધાન બન્યા. 71 વર્ષની આ સફરમાં મોદીએ સંઘર્ષ પણ જોયો છે અને સફળતા પણ જોઈ છે. આ સફરમાં અનેક પડાવો આવ્યા અને તેને સફળ રીતે પાર કર્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેરઠેર ઉજવણી કરાઇ રહી છે. ત્યારે પીએમના જન્મદિવસને લઇને તેમના દિર્ધાયુ માટે મંદિરમાં પ્રાર્થના અને પૂજાનું પણ આયોજન થઇ રહ્યું છે. ત્યારે PM મોદીના જન્મદિન નિમિત્તે સોમનાથ મહાપૂજા કરાઈ. મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીના હસ્તે મહાપૂજા અને અભિષેક કરાયો. સોમનાથ મંદિર ખાતે માર્કંડેય પૂજા, લઘુરૂદ્ર સહિત વિશેષ મહાપૂજા કરવામાં આવી. મહત્વનું છેકે પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે.

આ સાથે પીએમ મોદીના જન્મદિવસ નિમિતે સોમનાથ મંદિરમાં મોદીના વિવિધ ફોટાનું પ્રદર્શન પણ યોજાયું છે. 17 સપ્ટેમ્બર એટલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ(Narendra Modi Birthday) છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા(Mehsana) જીલ્લાના વડનગરના(Vadnagar) વતની છે.

પીએમ મોદી 1972માં સંઘ સાથે જોડાયા હતા. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2019માં બીજી વખત દેશના વડા પ્રધાન બન્યા. 71 વર્ષની આ સફરમાં મોદીએ સંઘર્ષ પણ જોયો છે અને સફળતા પણ જોઈ છે. આ સફરમાં અનેક પડાવો આવ્યા અને તેને સફળ રીતે પાર કર્યા છે.

 

આ પણ વાંચો : R Ashwin: ટીમ ઇન્ડીયાનો એન્જીનીયર જેણે ભારતીય ક્રિકેટના એક દશકને ચમકાવવા કર્યુ આ કામ, સૌથી મોટો મેચ વિનર ખેલાડી

આ પણ વાંચો : Airforceનાં ભાથામાં ઉમેરાશે ઘાતક 24 મિરાજ 2000, પાકિસ્તાનમાં ઘુસીને વેર્યો હતો વિનાશ, જાણો કેટલા ખતરનાક છે આ વિમાન

Published On - 11:49 am, Fri, 17 September 21

Next Video