ગીર સોમનાથ: આરોગ્ય નિયામકે ઉના સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી, સફાઈ અને સુવિધા બાબતે અધિક્ષકને જાહેરમાં ખખડાવ્યા

|

Jan 07, 2023 | 11:27 PM

Gir Somnath: ગીરસોમનાથ જિલ્લાના ઉનામાં આવેલી સરકારી હોસ્પિટલની આરોગ્ય નિયામકે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલની સફાઈ, દર્દીના તકિયા, ચાદર અને પગાર બાબતે અધિક્ષકને જાહેરમાં ખખડાવ્યા હતા અને ગીતાનો 11મો આધ્યાય વાંચી લેવા જણાવ્યુ હતુ.

ગીર સોમનાથ: આરોગ્ય નિયામકે ઉના સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી, સફાઈ અને સુવિધા બાબતે અધિક્ષકને જાહેરમાં ખખડાવ્યા
આરોગ્ય નિયામક

Follow us on

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલમાં આસપાસના 70થી વધુ ગામોના લોકો સારવાર માટે આવતા હોય છે. ઉના તાલુકો એટલે ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટો તાલુકો અને વસ્તીની ગીચતા પણ એટલીજ. સાથે નજીકમાં પ્રવાસન સ્થળ દીવ અને તુલસીશ્યામ જેવા સ્થળો પણ આવેલા છે. જેથી બહારથી આવતા યાત્રીઓ પણ આકસ્મિક ઘટનામાં પ્રવાસીઓ પણ આજ સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરતા હોય છે. બહારથી આલીશાન અને મસમોટી દેખાતી આ સિવિલ હોસ્પિટલને જોઈને તો એવુ લાગે કે અહી દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે. પરંતુ એવુ બિલકુલ નથી. આરોગ્ય નિયામકની ઓચિંતી મુલાકાતમાં આ પોલ ખુલી પડી ગઈ છે કારણ કે ભાવનગરથી આરોગ્ય નિયામકે અચાનક આ હોસ્પિટલની મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબત સામે આવી હતી.

ઉના સરકારી હોસ્પિટલમાં દવાઓ, સ્વચ્છતા, સહિતની ચીજોનો અભાવ

આ સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ કથળેલી હોવાના કારણે દુર દુરથી આવતાં દર્દીઓને સારવાર બાબતે ભારે હાલાકી ભોગવવી પડે છે. અને સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા પુરતુ ધ્યાન નહીં અપાતા તેમજ સફાઈ, પાણી, દર્દીનાં પલંગ, ગાદલા, ઓછાડ, તકીયા તેમજ સારવારમાં આવતાં દર્દી માટે કામ કરતાં કર્મચારીને જોતાં કેમીકલ પેડ તેમજ દવા સહિતના જરૂરીયાત મુજબ સાધન સામગ્રી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છતા અહીં દવા સહિતની ચીજોની ખરીદી કરાતી નથી. જેની ફરિયાદ ખુદ કર્મચારીઓ કરી રહ્યા છે.

ભાવનગરના આરોગ્ય તબીબ નિયામક ડો મનિષ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને મુલાકાત દરમ્યાન અનેક ક્ષતિઓ બહાર આવતા જાહેરમાં ઉના સરકારી હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ જય પાધરેસાને ખખડાવી નાખીને ગીતાના અધ્યાયનાં અગિયારનાં પાઠ વાંચન કરવા શીખ આપી હતી. ઉના સરકારી હોસ્પિટલમાં તમામ કર્મચારીઓની હાજરીમાં અધિક્ષક જય પાધરેસાને ગીતાના 11માં અધ્યાય નુ જ્ઞાન આપતાં જણાવ્યું હતું કે મનુષ્યના પીઠ પાછળ બોલાયેલા શબ્દો મૃત્યુ કરતાં વધુ ખરાબ છે. આ શબ્દો દર્દી અને કર્મચારી તમારા માટે બોલે છે. ભગવાન બધું જોવે છે અહીં પૈસા કમાવવા મુક્યાં નથી. આટલામાં સમજી જવાનું જાહેરમાં અપમાનિત કરવું વ્યાજબી નથી આવાં કઠોર શબ્દોનો પ્રયોગ આરોગ્ય નિયામક કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ઉના તાલુકાના આજુબાજુના 70 ગામ તેમજ શહેરી વિસ્તારના લોકોનાં આરોગ્ય સેવાઓ તેમજ ડીલિવરી, એમએલસી કેસ અને નાના મોટાં રોગોની સારવાર માટે દરરોજ 200 આવતા હોય છે. સિવિલ હોસ્પિટલનો દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ અધિક્ષક જય પાધરેસાની નિયુક્તિ કરવામાં આવી છે પરંતુ ત્યારબાદ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ કથળેલી હોવાથી અગાઉ પણ ભાવનગર આરોગ્ય નિયામક એ ચેકીંગ દરમ્યાન સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ કોઈ સુધારાઓ નહીં કરાતાં નિયામક ડો. મનિષ દ્વારા અધિક્ષક સહિત નર્સ  સ્ટાફનો  પણ જાહેરમાં ઉધડો લીધો હતો કારણ કે પછાત ઉના તાલુકાની મહિલાઓ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી માટે આવતી હોય ત્યાં પણ સ્વચ્છતાનો અભાવ હતો અને સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા ખર્ચતી હોવા છતાં દર્દીઓને સુવિધા મળતી નથી ત્યારે તમામ સ્ટાફનો ઉઘડો  લીધો  હતો.

Next Article