Gir somnath : ઉમિયાધામ સીદસર નિર્મિત ઉમા અતિથી ગૃહનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

|

Mar 27, 2022 | 9:55 PM

પાટીદાર સમાજ દ્વારા નિર્મિત આ ઉમા અતિથિ ભવનનું ભારત સરકારના મંત્રી અને પાટીદાર નેતા પુરષોત્તમ રૂપાલાએ વર્ચ્યુઅલી માધ્યમથી લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત તેમણે પાટીદાર સમાજના દાનવીરોને કુપોષણ સામે ઝુંબેશ ઉઠાવવા પણ આહવાન કર્યું હતું.

Gir somnath : ઉમિયાધામ સીદસર નિર્મિત ઉમા અતિથી ગૃહનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ
Gir somnath: Virtual inauguration of Umi Guest House built by Umiyadham Sidsar by Union Minister Purushottam Rupala

Follow us on

Gir somnath : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના (SOMNATH MAHADEV TEMPLE) દર્શને દેશ-વિદેશમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે સોમનાથમાં (Kadava Patidar Samaj)કડવા પાટીદાર સમાજના ઉમિયાધામ સીદસર (Umiyadham Sidsar)દ્વારા 11 કરોડથી વધુના ખર્ચે નિર્મિત ઉમા અતિથી ગૃહનું (Uma Guest House)કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા (Purushottam Rupala)દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરાયું હતું.

3 વીઘા એટલેકે 54 હજાર ચોરસ મીટર જગ્યામાં ઉમા અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 60 હજાર સ્કવેર ફૂટનું બાંધકામ કરાયું છે. જેમાં 35 રૂમ 2 ડોરમેટ્રી 4 હોલ, 1 બેન્કવેટ હોલ, 1 ડાઇનિંગ હોલ, અને પાર્ટીપ્લોટની વ્યવસ્થા ઉભી કરાય છે. જેનું કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત ઉમિયા ધામ સીદસર ટ્રસ્ટ પુરષોતમ રૂપાલાના કુપોષણને લઈને ઝુંબેશ ચલાવવાના આહવાનને લઈને કામ કરશે.

ઉમિયા માતાજી મંદિર સિદસર ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં અત્યાધુનિક અતિથિગૃહ બનાવવાનો વિચાર સમાજના શ્રેષ્ઠીઓ વચ્ચે મુકવામાં આવ્યો હતો. ત્યારે કડવા પાટીદાર સમાજના અનેક દાતાઓ દ્વારા અનુદાન આપીને 11 કરોડથી 12 કરોડ સુધીના ખર્ચે આ અતિથી ગૃહનું નિર્માણ કરાયું છે. કહી શકાય કે માતા ઉમાના આશીર્વાદથી પિતા એટલે કે મહાદેવ શિવ ને પાટીદાર સમાજ દ્વારા અતિથિગૃહ સમર્પિત કરાયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પાટીદાર સમાજ દ્વારા નિર્મિત આ ઉમા અતિથિ ભવનનું ભારત સરકારના મંત્રી અને પાટીદાર નેતા પુરષોત્તમ રૂપાલાએ વર્ચ્યુઅલી માધ્યમથી લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત તેમણે પાટીદાર સમાજના દાનવીરોને કુપોષણ સામે ઝુંબેશ ઉઠાવવા પણ આહવાન કર્યું હતું. પાટીદાર સમાજ દ્વારા હવે આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે તેવો આ પ્રસંગે સુર પણ ઉઠયો હતો.

ઉમિયા માતાજી મંદિર સિદસર ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં અત્યાધુનિક અતિથિગૃહ બનાવવાનો વિચાર સમાજના શ્રેષ્ઠીઓ વચ્ચે મુકવામાં આવ્યો હતો. ત્યારે કડવા પાટીદાર સમાજના અનેક દાતાઓ દ્વારા અનુદાન આપીને 11 કરોડથી 12 કરોડ સુધીના ખર્ચે આ અતિથી ગૃહનું નિર્માણ કરાયું છે. માતા ઉમાના આશીર્વાદથી પિતા એટલે કે મહાદેવ શિવને પાટીદાર સમાજ દ્વારા અતિથિગૃહ સમર્પિત કરાયું છે.

આ પણ વાંચો : નવસારી : એક ગરીબ અને અનાથ વિદ્યાર્થીની કલેક્ટર બનવાની ખેવના અને મક્કમ મનોબળની કહાની, હતાશ વિદ્યાર્થીઓએ વાંચવી જ રહી

આ પણ વાંચો : Ishan Kishan Injury, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની વધી ચિંતા, 81 રનની તોફાની રમત દરમિયાન ઘાયલ થયો ઈશાન કિશન

Next Article