GIR SOMNATH : દર મહીને 47 દેશોના 6.50 કરોડ લોકો કરે છે સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન, વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન માટે ટ્રસ્ટની તૈયારી

|

Aug 03, 2021 | 10:14 AM

કોરોના અને લોકડાઉનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો મહાદેવના દર્શન કરી શકે તે માટે પોતાની વેબસાઇટ પર ત્રણેય પ્રહરની આરતી લાઇવ જોવા માટેની સુવિધા કરવામાં આવી.

GIR SOMNATH : દેશના પ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવ મંદિર નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે.કોરોના મહામારીમાં દર મહિને 47 દેશમાં 6.50 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન (Online Darshan) કર્યા છે.જેના કારણે હવે ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરને વર્લ્ડ રેકોર્ડ (World Record) માં સ્થાન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે લોકડાઉન અને કોરોનાની બીજી લહેરના કારણે લાંબો સમય સુધી સોમનાથ દાદાના દ્વાર ભાવિકો માટે બંધ રહ્યાં, પરંતુ તેવા સમયે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો મહાદેવના દર્શન કરી શકે તે માટે પોતાની વેબસાઇટ પર ત્રણેય પ્રહરની આરતી લાઇવ જોવા માટેની સુવિધા કરવામાં આવી.

આ પણ વાંચો : INDIA CORONA UPDATE : 6 દિવસ સુધી 40,000 થી વધુ કેસ આવ્યાં બાદ દેશમાં દૈનિક કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો

આ પણ વાંચો : AHMEDABAD : રાજ્યમાં 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી, સારા વરસાદ માટે રાહ જોવી પડશે

Next Video