Gir somnath: તંત્રની અણઆવડતને લીધે માધવરાયજી પ્રાચી તીર્થમાં ગંદકીના ઢગ, પ્રવાસીઓએ વ્યક્ત કર્યો રોષ

રાજ્ય અને કેન્દ્ર સરકાર પૌરાણિક તીર્થસ્થાનો અને દેવાલયો, નદીઓ અને સંગમોના વિકાસ માટે હરણફાળ ભરી રહી છે. પરંતુ અહીં ઉલ્ટી ગંગા છે તંત્રની અણઆવડતના કારણે પ્રાચી તીર્થમાં ગંદકી જામી છે. જેના કારણે ભાવકો અને ભક્તોમાં રોષ છે. પ્રાચી તીર્થમાં પીંડદાન પિતૃ તર્પણ કરનારે પ્રથમ સ્નાન કરવાનું હોય છે. પરંતું અહી સ્નાન કરવા માટે ચોખ્ખુ પાણી પણ નથી.

Gir somnath: તંત્રની અણઆવડતને લીધે માધવરાયજી પ્રાચી તીર્થમાં ગંદકીના ઢગ, પ્રવાસીઓએ વ્યક્ત કર્યો રોષ
Prachi tirth Filth
| Edited By: | Updated on: Jan 16, 2023 | 10:59 PM

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા આદિ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને આવતા લોકો પ્રાચી તીર્થના દર્શને અવશ્ય જાય છે કારણે કે આપણે ત્યાં કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી. જોકે પ્રાચી તીર્થની આસપાસ એટલી ગંદકી છે કે અહીં આવેલી પ્રાચીન સરસ્વતી નદી અને આ સમગ્ર પરિસરની આસપાસ ગંદકીના ઢગ જોવા મળે છે.  ગીર સોમનાથમાં પ્રસિદ્ધ માધવરાયજી મંદીર પાસે ખૂબ ગંદકી જામી છે. આ પ્રાચી તીર્થ કે જ્યાં રોજ સેંકડો લોકો દર્શન માટે આવે છે, ત્યાં જ ગંદકીની એવી ભરમાર છે કે માથું ફાટી જાય, હવે તંત્રના આવા અણઘડ આયોજનને કારણે અહીં આવતાં ભાવિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

 

 

પ્રાચી તીર્થ માધવરાય મંદીર પાસે મોક્ષ પીપળો આવેલો છે અને બાજુમાંથી સરસ્વતી નદી પસાર થાય છે પણ અહીં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આ જોઈને કોઈને પણ થાય કે શું આ ભક્તિનું સ્થળ છે ? વર્ષભર લાખો શ્રદ્ધાળુઓ પ્રાચી તીર્થની મુલાકાતે આવે છે. ભાવીકો સરસ્વતી નદીમાં સ્નાન કરી અને મોક્ષ પીપળાને પાણી ચડાવી પોતાના પિતૃઓની મોક્ષ ગતિ માટે શ્રાદ્ધ કર્મ અને પિતૃ તર્પણ કરે છે.

લોકોની આટલી શ્રદ્ધા છે જ્યારે બીજી તરફ જલ કુંડ અને સરસ્વતી નદી ગંદકીની નદી તરીકે વગોવાઈ રહી છે અહીં જોવા મળે છ કે આટલા બધા પ્રવાસીઓ આવતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારે તેમની સફાઈ કે સાર સંભાળ લેવાતી નથી જેથી ભાવિકોમાં ભારે નારાજગી ગુજરાતીમાં લોકવાયકા છે, 100 વાર કાશી એકવાર પ્રાચી ત્યારે પૌરાણિક શાસ્ત્રોક્ત રીતે આપણા વેદો અને પુરાણોમાં પ્રાચી તીર્થનું અનેરૂ મહત્વ છે. પરંતુ પુરાણ પ્રસિદ્ધ પ્રાચી તીર્થ ગંદકીના ગંજમાં ફેરવાયું છે. ત્યારે દેશ વિદેશના યાત્રિકો અને સ્થાનિકો ઇચ્છી રહ્યા છે કે પ્રાચી તીર્થ અને સરસ્વતી નદીની સફાઈ કરવામાં આવે જેથી તીર્થધામની ગરિમા જળવાઈ રહે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર પૌરાણિક તીર્થસ્થાનો અને દેવાલયો, નદીઓ અને સંગમોના વિકાસ માટે હરણફાળ ભરી રહી છે. પરંતુ અહીં ઉલ્ટી ગંગા છે તંત્રની અણઆવડતના કારણે પ્રાચી તીર્થમાં ગંદકી જામી છે. જેના કારણે ભાવકો અને ભક્તોમાં રોષ છે. પ્રાચી તીર્થ મા પીંડદાન પિત્રૃતર્પણ કરનારે પ્રથમ સ્નાન કરવાનું હોય છે. પરંતું અહી સ્નાન કરવા માટે ચોખ્ખુ પાણી પણ નથી. ત્યારે પ્રાચી તીર્થની સફાઈને અગ્રતા અપાય તેવી ભક્તોની માગ છે..

વિથ ઇનપુટ: યોગેશ જોષી, ટીવી 9 , ગીર સોમનાથ