Gir somnath: ST બસમાંથી ઝડપાયો વિદેશી દારૂનો મોટો જથ્થો, ડ્રાઇવર કંડકટરની અટકાયત

|

Mar 01, 2023 | 6:13 PM

ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે વણાકબારા પોરબંદરના રૂટ ઉપર દોડતી એસ.ટી. બસના ચોરખાનામાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઘટનામાં પોલીસે ST બસના ડ્રાઇવર અને કંડકટરની અટકાયત કરી હતી અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

Gir somnath: ST બસમાંથી ઝડપાયો વિદેશી દારૂનો મોટો જથ્થો, ડ્રાઇવર કંડકટરની અટકાયત

Follow us on

ગુજરાતની એસ.ટી. બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં દીવ ચેકપોસ્ટ ઉપરથી ST બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ દારૂની કિંમત કુલ 40 હજારની છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે વણાકબારા પોરબંદરના રૂટ ઉપર દોડતી એસ.ટી. બસના ચોરખાનામાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઘટનામાં પોલીસે ST બસના ડ્રાઇવર અને કંડકટરની અટકાયત કરી હતી અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી. સાથે જ આ કંડક્ટર અને ડ્રાઇવર કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતા હતા અને આ ઘટનામાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી ઝડપાયો દારૂ

ગુજરાતમાં જાણે  બુટલેગરો  રીઢા થઈ ગયા હોય તેમ કયારેક બસમાંથી તો ક્યારેક કારમાંથી વારંવાર દારૂની હેરફેર ઝડપાતી હોય છે.  ચોંકાવનારી બાબત  એ છે કે દારૂનો જથ્થો રાજકોટ સિવિલમાંથી પણ મળી આવ્યો હતો.  સૌથી મોટી ગણાતી રાજકોટ સિવીલ હોસ્પિટલ અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. બુધવારે સવારના સમયે સિવીલ હોસ્પિટલની OPD  બિલ્ડીંગની બહાર એક શખ્સ પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાની સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ તપાસમાં આ શખ્સ પાસેથી 11 જેટલી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

પોલીસ તપાસમાં આ શખ્સનું નામ કમલેશ હોવાનું સામે આવ્યું હતું.પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેની પાસેથી વધુ ૩ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ દ્રારા આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ શખ્સ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને દેવા આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.જો કે આ ઘટના પોલીસની કાર્યવાહી અને સિવીલ હોસ્પિટલની સિક્યુરિટીની કાર્યવાહી સામે સવાલો ઉઠે છે.

સીવિલ સુપ્રિટેન્ડેન્ટે કાર્યવાહીની આપી ખાતરી

આ અંગે સીવિલ સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ TV9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આજે સવારે જે શખ્સ દારૂ સાથે ઝડપાયો તેની તપાસ કરવામાં આવશે. સિવીલ હોસ્પિટલના સિક્યુરિટી દ્રારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવશે અને કોઇ અસામાજિક તત્વ હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

Next Article