
શ્રીકૃષ્ણની રાજધાની દ્વારિકામાં (Dwarka) તો રાજાધિરાજ શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઠાઠમાઠ સાથે ઉજવાયો હતો. સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ભાલકા તીર્થમાં (Bhalka tirth) પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામા આવ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. ગીર સોમનાથ , વેરાવળ (Veraval) અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાલકા તીર્થ ખાતે જન્મોત્સવમાં સામેલ થવાનો લાભ લીધો હતો.
ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાલકા તીર્થ ખાતે જન્મોત્સવમાં સામેલ થવાનો લાભ લીધો હતો
ગીર સોમનાથમાં જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણમંદિરોમાં ભારે ભીડ જામી હતી. સાથે સાથે મહાદેવના દર્શને પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગીર સોમનાથમાં મહાદેવના દર્શન માટે લાંબી કતારો લાગી હતી. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ભક્તજનોનો પ્રવાહ ભાલકા તીર્થ તરફ વળ્યો હતો અને રાત્રિના સમયે સૌએ કૃષ્ણજન્મોત્સવનો લાભ લીધો હતો. ગીર સોમનાથમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભક્તજનોએ શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા.
ગીર સોમનાથમાં વરસાદમાં ભીંજાયા પછી પણ ભાવિકો દર્શન કરવા કતારોમાં ઊભા હતા લોકોનું કહેવું છે કે સોમનાથ મહાદેવના દર્શન માટે મંદિર તરફથી સારી વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી પડી રહી , અને અહીં રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી છે. ગુજરાતમાં દ્વારિકાનગરી(Devbhoomi dwarka), ડાકોર (Dakor) , શામળાજી, ઇસ્કોન સહિત રાજ્યના કૃષ્ણમંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કૃષ્ણ જન્મોત્સવ (Krishnajanmotsav) થતા જ ભક્તો ઘેલા બન્યા હતા અને બાળ ગોપાલને પારણે ઝૂલાવવાનો લ્હાવો લીધો હતો. બાલ કૃષ્ણના જન્મ અગાઉ રાજ્યના મંદિરોમાં ભગવાનની શોડષોપચારથી પૂજા કરવામાં આવી હતી અને ભગવાનને મનમોહક શણગાર ધરાવવામાં આવ્યા હતા. ભગવાનનું આ સ્વરૂપ એવું મોહક હતું કે ભક્તો તેમના સ્વરૂપ ઉપરથી નજર હટાવી શકતા નહોતા રાત્રે બાર વાગતા જ ભક્તોની દિવસનભરની આતુરતાનો અંત આવ્યો હતો અને ક્રીષ્ન કનૈયાલાલ કી જયના નાદ સાથે ભાવિકોએ કૃષ્ણજન્મને વધાવી લીધો હતો.