Gir somnath: સોમનાથ દર્શન બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકસભાની ચૂંટણીને લઈ કરી મોટી રાજકીય આગાહી, જુઓ Video

|

Feb 18, 2023 | 1:14 PM

શિવરાત્રીના પર્વે  સોમનાથ દર્શન માટે પધારેલા  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટીવી9 સાથેની  વાતચીતમાં  વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભાની  ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે અને ભારત વિશ્વ ગુરૂ બનશે  તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

Gir somnath: સોમનાથ દર્શન બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકસભાની ચૂંટણીને લઈ કરી મોટી રાજકીય આગાહી, જુઓ Video
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ ખાતે કર્યા દર્શન

Follow us on

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના પત્ની અંજલિ રૂપાણી સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આગામી લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ ધામમાં પૂજા-દર્શનનું અનેરું માહાત્મય છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા બિલ્વપત્રની પૂજા માટે ઓનલાઇન બુકિંગનું ખાસ આયોજન કરવામા આવ્યું છે. જે અંગે મંદિર ટ્રસ્ટના મેનેજરે માહિતી આપી હતી.

વિજય રૂપાણીએ  લોકસભાની તમામ બેઠકો માટે જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત

શિવરાત્રીના પર્વે  સોમનાથ દર્શન માટે પધારેલા  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટીવી9 સાથેની  વાતચીતમાં  વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભાની  ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે અને ભારત વિશ્વ ગુરૂ બનશે  તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

સોમનાથમાં આજે દિવસભર વિવિધ કાર્યક્રમોની ભરમાર

આજે વહેલી સવારથી જ શિવાયલો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યાં હતા. વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યાં હતા અને શિવમય બન્યા. સોમનાથમાં પણ મહાશિવરાત્રિનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.  આ વર્ષે મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથમાં 19 ફેબ્રુઆરી સુધી દર્શન અને પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી લઇ સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. તો દિવસ દરમિયાન ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ પૂજન, શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથમાં શિવરાત્રી પૂજનનો કાર્યક્રમ

સોમનાથમાં મહાશિવરાત્રીના દિવસભરના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 8.30 કલાકે પ્રથમ ધ્વજારોહણ અને મહામૃત્યુંજય યજ્ઞ

ત્યારબાદ સવારે 9 કલાકે મંદિર પરિસરમાં પાલખીયાત્રા નીકળશે.

પાલખીયાત્રા નીકળ્યાં બાદ બપોરે 12 કલાકે મધ્યાન્હ આરતી કરાશે.

બપોરે 12.30 કલાકે શોભાયાત્રા નીકળશે.

સાંજે 4થી 8.30 વાગ્યા સુધી ભક્તો શ્રૃંગાર દર્શન કરી શકશે.

સાંજે 7 કલાકે સાયં આરતી કરાશે..તો રાત્રે 9.30 કલાકે પ્રથમ પ્રહર આરતી કરાશે.

રાત્રે 12.30 કલાકે દ્વિતીય પ્રહર આરતી કરાશે.

મધ્યરાત્રે 3.30 કલાકે તૃતીય પ્રહર આરતી થશે.

જ્યારે 19 ફેબ્રઆરી સવારે 5.30 કલાકે ચતુર્થ પ્રહર આરતી કરવામાં આવશે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  પણ કરી શિવરાત્રીની પૂજા

શિવરાત્રીના પર્વમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતના ઇચ્છાનાથ મહાદેવ ખાતે શિવરાત્રીની પૂજા કરી હતી અને નાગરિકોને શિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. મહા શિવરાત્રીનો તહેવાર સુરત સહીત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના કરી હતી અને આજના પર્વે રાજયની શાંતિ અને સલામતી જળવાયેલી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી.

Next Article