GIR SOMNATH : રેલવે પ્રોજેક્ટના જમીન સંપાદનનો ખેડૂતોએ કર્યો વિરોધ, વેસ્ટર્ન રેલવેના GM ખેડૂતોને મળ્યા

|

Aug 24, 2021 | 7:42 PM

ગીર સોમનાથ જિલ્લામાં 4 ઉદ્યોગગૃહો માટેના રેલવે પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. વિરોધના પગલે ખેડૂતો સાથે ચર્ચા કરવા વેસ્ટર્ન રેલવેના GM આલોક કંચન સોમનાથ આવી પહોંચ્યા હતા.

GIR SOMNATH : ગીર સોમનાથ જિલ્લામાં રેલવે પ્રોજેક્ટના જમીન સંપાદનનો ખેડૂતોએ મોટા પાયે વિરોધ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં 4 ઉદ્યોગગૃહો માટેના રેલવે પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. વિરોધના પગલે ખેડૂતો સાથે ચર્ચા કરવા વેસ્ટર્ન રેલવેના GM આલોક કંચન સોમનાથ આવી પહોંચ્યા હતા

ઉદ્યોગગૃહો માટે સોમનાથ-કોડીનાર વચ્ચે રેલવે લાઈન નાખવામાં આવશે તો 2500 ખેડૂતોની જમીન જમીન ગુમાવવાની ભીતિ છે. જેના લીધે ખેડૂતો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. વેસ્ટર્ન રેલવેના GM આલોક કંચન સમક્ષ ખેડૂતોએ જાન દઈશું પણ જમીન નહી એવું મક્કમતાથી જણાવ્યું છે. ઉપરાંત ખેડૂતોએ ખેતીને થનાર નુકશાન અંગે GM ને વાકેફ કર્યા હતા. તેમજ તાલાલા કોડીનાર મીટરગેજ લાઈનને બ્રોડગેઝમાં બદલાવાના વિકલ્પ અંગે પણ GMનું ધ્યાન દોર્યું હતું. તો સોમનાથથી હરિદ્વાર સુધી ટ્રેન શરૂ કરવાની પણ માગ કરી છે.

ખેડૂતોની રજૂઆત બાદ સરકાર આ બાબતે ખેડૂતોનું હિત ધ્યાને રાખીને નિર્ણય કરશે તેવું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે જણાવ્યું હતું. સાથે જ સોમનાથ-હરિદ્વાર ટ્રેન મુદ્દે ભવિષ્યમાં માળખાકીય સુવિધા વિકસાવીને ટ્રેન શરૂ કરવા માટે સરકાર વિચાર કરશે તેવી પણ માહિતી આપી હતી.

આ પણ વાંચો : Ahmedabad માં ન્યુ મણિનગર અને જુહાપુરામાં શહેરીજનો પ્રાથમિક સુવિધાથી વંચિત, કોર્પોરેશનના દાવા પોકળ હોવાનો આક્ષેપ

આ પણ વાંચો : Maharashtra: અહીં કોઈ તાલિબાન રાજ નથી, ભાજપ કાર્યાલયો પર હુમલા સહન કરવામાં નહીં આવે- ફડણવીસની મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી

Next Video