Ahmedabad માં ન્યુ મણિનગર અને જુહાપુરામાં શહેરીજનો પ્રાથમિક સુવિધાથી વંચિત, કોર્પોરેશનના દાવા પોકળ હોવાનો આક્ષેપ

એએમસી દવારા આ વિસ્તારમાં જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા નહી મળી રહી હોવાના સ્થાનિકોને આક્ષેપ છે. જેમાં કોર્પોરેશન દ્વારા નવા બનાવેલા રોડ મામલે વિવાદ સર્જાયો છે. તો લોકોની હલાકીમાં વધારો થયો છે.

Ahmedabad માં ન્યુ મણિનગર અને જુહાપુરામાં શહેરીજનો પ્રાથમિક સુવિધાથી વંચિત, કોર્પોરેશનના દાવા પોકળ હોવાનો આક્ષેપ
Citizens deprived of basic amenities in New Maninagar and Juhapura in Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 24, 2021 | 7:06 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક વિસ્તારોના નાગરિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનની હદમાં હોવા છતાં તેમની પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. તેમજ તેવો આજે વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. જેમાં ન્યુ મણિનગર વિસ્તાર કે જે છેલ્લા થોડા વર્ષમાં ડેવલપ થયો  છે. જ્યાં સોસાયટી, બંગલા અને એપાર્ટમેન્ટ આવેલા છે.

એએમસી દવારા આ વિસ્તારમાં જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા નહી મળી રહી હોવાના સ્થાનિકોને આક્ષેપ છે. જેમાં કોર્પોરેશન દ્વારા નવા બનાવેલા રોડ મામલે વિવાદ સર્જાયો છે. તો લોકોની હલાકીમાં વધારો થયો છે. 5 દિવસ પૂર્વે જ રામોલ-હાથીજણ વોર્ડના ન્યુ મણિનગર વિસ્તારમાં જલારામ વાટિકા પાસે રોડ બનાવાયો જે ગત રાત્રે બેસી ગયો. જેણે તંત્રની કામગીરીની પોલ ખુલી પાડી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જયારે સ્થાનિક ભાજપ કોર્પોરેટરો દ્વારા મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કર્યો હતો. તેમજ વટવા વિધાનસભામાં મોટો વિકાસ કરાતો હોવાના સ્થાનિક કોર્પોરેટર ચંદ્રિકાબેનનો એક ગીત મારફતે વિકાસનો વિડીયો પણ વાયરલ થયો અને જે રોડના કામની શરૂઆત સમયે મોટા ઉપાડે ભાજપ કોર્પોરેટરોએ પ્રચાર કર્યો હતો તે જ રોડ ગણતરીના સમયમાં બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા વ્યાપી છે.

જેણે હલકી ગુણવતાની કામગીરી કરાઈ હોવાની લોકોમાં છબી ઉભી કરી અને સ્થાનિકોમાં યોગ્ય કામગીરી તંત્ર દ્વારા કરાય તેવી માંગ ઉઠી છે .

એટલું જ નહીં પણ તેજ સ્થળ પાસે આવેલ સદગુરુ બંગલો પાસે 10 દિવસથી રસ્તો ખોદીને કોઈ કામ નહીં કરતા હોવાના સ્થાનિકો એ આક્ષેપ કર્યા. જે ખોદકામ કરેલ રોડને લઈને સ્થાનિકોને ઘરે વાહન લઇ જવા સાથે ચાલતા જવામાં પણ હાલાકી પડી રહી છે. અને તેમાં પણ જો વરસાદ પડે તો સ્થાનિકો માટે પડયા પર પાટા જેવી સ્થિતિ સર્જાય અને સમસ્યામાં વધારો થાય. જેના કારણે સ્થાનિકોએ સ્થાનિક કોર્પોરેટર સાથે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી સમસ્યા દૂર કરવા માંગ કરી.

મહત્વનું છે કે ન્યુ મણિનગર વિસ્તાર વટવાના ધારાસભ્ય અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો વિસ્તાર છે. તો તેમના બીજા વિસ્તાર એવા વસ્ત્રાલમાં આવેલ અબજી બાપા તળાવ પાસે પણ પરિસ્થિતિ ખરાબ છે. કે જ્યાં ડ્રેનેજ લાઈનનું કામ કરતા ખરાબ રસ્તા, ખાડા, કીચડ ખાડામાં ભરાતા પાણી અને તેમાં થતા મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો પરેશાન છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે 4 વર્ષથી તેમના વિસ્તારની હાલત ખરાબ છે છતાં તંત્ર દ્વારા ધ્યાન નહિ અપાતું. સ્થાનિકોની એ પણ રજુઆત હતી કે માત્ર લેક અને બગીચાનો વિકાસ કરાય છે પણ અન્ય સુવિધા બાબતે ધ્યાન નથી અપાતું.

મહત્વનું છે કે અબજી બાપા તળાવ. માધવ હોમ્સ સહિત 3 કિલો મીટર વિસ્તારની હાલત ખરાબ છે. જ્યાં વસ્ત્રાલ વિસ્તાર માં અનેક જગ્યાઓ પર ડ્રેનેજ લાઈનની કામગીરીને કારણે સમસ્યા વધી હોવાના આક્ષેપ છે. અને જો ગૃહ મંત્રીના વિસ્તારમાં આવી પરિસ્થિતિ હોય તો અન્ય વિસ્તારની કલ્પના શુ કરવી તે પણ ચર્ચા વહેતી થઈ છે.

તો આ તરફ જુહાપુરામાં એએમસીની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે જુહાપુરામાં સંકલિત નગરમાં 1 વર્ષ દરમિયાન બનાવેલ RCCરોડ ધોવાઈ ગયાના આક્ષેપ છે. તો સ્થાનિકોનો એ પણ આક્ષેપ હતો કે ઘણા સમય બાદ તેમને રોડ મળ્યો અને તેમાં પણ રોડ બન્યા બાદ પહેલા વરસાદમાં RCCરોડ ધોવાયો.

RCCરોડ ઉપરથી કપચીઓ ઉખડી ગઈ અને માત્ર જુહાપુરામાં એચ વોર્ડ નહિ પણ આસપાસ આઈ વોર્ડ સહિત ના વોર્ડમાં આ જ પ્રકારની પરિસ્થિતિ હોવાના સ્થાનિકોને આક્ષેપ છે. જેને લઈને સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિકોએ યોગ્ય કામગીરીની માંગ કરી છે. તેમજ ઘણા વર્ષો બાદ રોડ મળ્યો પણ તે પણ હલકી ગુણવત્તાનો રોડ બનતા સ્થાનિકોએ યોગ્ય કામગીરીની માંગ કરી તે સિવાય વરસાદી પાણી ભરાવવા જેવી સમસ્યાની નિકાલની માંગ કરવામાં આવી રહી છે.

હવે સવાલ એ છે કે તંત્રની કામગીરી સામે ઉઠેલા સવાલો અને આક્ષેપોને તંત્ર કેવી રીતે પહોંચી વળી શકશે અને તેનાથી  મોટી બાબત સામે છે કે એએમસી જે પ્રમાણે પ્રાથમિક સુવિધા આપવાના દાવા કરે છે તે પ્રમાણે સુવિધા આપી શહેરીજનોની સમસ્યા દૂર કરી શકશે કે કેમ.

આ  પણ વાંચો : Ahmedabad ના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે બનશે સીએનજી ભઠ્ઠી

આ  પણ વાંચો : ભારતના વિમાનને પણ તાલિબાનીઓએ કર્યુ હતુ હાઇજેક, પાયલટે જણાવ્યો હતો પોતાનો ખૌફનાક અનુભવ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">