Gir somnath: ડો. અતુલ ચગ આપઘાત કેસમાં તટસ્થ તપાસની માગ, જામનગરમાં લોહાણા સમાજે યોજી મૌન રેલી

|

Feb 16, 2023 | 7:52 AM

અગાઉ પરિવારજનોએ રાજકીય પીઠબળ ધરાવતા લોકો સામે કાર્યવાહીની માગ કરી હતી. તો સૂસાઇડ નોટમાં પણ રાજેશ અને નારણ ચુડાસમા નામો સામે આવી ચૂક્યા છે. ત્યારે આ બંને વ્યક્તિઓ સાથે મોટા આર્થિક વ્યવહારોનો ખુલાસો થાય તેવી પ્રબળ શક્યતા છે.

Gir somnath: ડો. અતુલ ચગ આપઘાત કેસમાં તટસ્થ તપાસની માગ, જામનગરમાં લોહાણા સમાજે યોજી મૌન રેલી
Dr atul chag

Follow us on

વેરાવળના તબીબ અતુલ ચગના આત્મહત્યા પ્રકરણમાં તટસ્થ તપાસની માગ ઉઠી રહી છે. લોહાણા સમાજ દ્વારા ગીરસોમનાથના એસપીને રજૂઆત કરી આ મામલામાં ઝડપી અને તટસ્થ તપાસ થાય તેવી માગ કરવામાં આવી હતી. જુનાગઢના સહકારી ક્ષેત્રના આગ્રણી ડોલર કોટેચા અને રઘુવીર સેનાના અગ્રણી ગિરીશ કોટેચાએ આગેવાનો સાથે ડોક્ટર અતુલ ચગના પરિવારજનોની મુલાકાત લઇ તેમને સાંત્વના પાઠવી હતી. બીજી તરફ જામનગરમાં પણ લોહાણા સમાજ દ્વારા મૌન રેલી યોજાઇ હતી.

આ કેસની ઝડપી તપાસ ચાલી રહી છે ત્યારે ડોક્ટરે લખેલી સૂસાઇડ નોટ હેન્ડ ટાઇટિંગ એક્સપર્ટને પણ મોકલવામાં આવી છે. મૃતક તબીબનો મોબાઇલ ફોન પણ FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હજી સુધી પરિવારજનો દ્વારા વિશેષ કોઈ નિવેદન લખાવવામાં આવ્યું નથી. જોકે પરિવારજનોએ અપીલ કરી હતી કે આ કેસમાં કોઈ રાજકીય દખલગીરી ન થાય અને કેસની સ્પષ્ટ તપાસ થાય.

રઘુવંશી સેના પણ મેદાનમાં

ગુજરાતના ગીર સોમનાથના વેરાવળમાં ડો. અતુલ ચગના આપધાત કેસને લઇને રઘુવંશી સેના મેદાનમાં આવી છે. જેમાં રઘુવંશી સેનાએ તટસ્થ તપાસની માગ કરી છે. જેમાં રઘુવંશી સેના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખે ગિરીશ કોટેચાએ આ કેસમાં તટસ્થ તપાસ કરવા માંગણી કરી છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આર્થિક વ્યવહાર અંગે સામે આવ્યો મોટો ખુલાસો

આર્થિક વ્યવહારોની પોલીસ તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં મોટી રકમનો ચેક રિટર્ન થયો હોવાની વિગતો સામે આવી છે. આ વિગતો સામે આવતા જ હવે પરિવારજનો નાણાકીય વ્યવહારો અંગેના પુરાવા એકત્ર કરવાના કામે લાગ્યા છે. જેના આધારે આગામી દિવસોમાં કાયદાકીય પગલા ભરાય તેવી શક્યતા છે.

મહત્વપૂર્ણ છે કે અગાઉ પરિવારજનોએ રાજકીય પીઠબળ ધરાવતા લોકો સામે કાર્યવાહીની માગ કરી હતી. તો સૂસાઇડ નોટમાં પણ રાજેશ અને નારણ ચુડાસમા નામો સામે આવી ચૂક્યા છે. ત્યારે આ બંને વ્યક્તિઓ સાથે મોટા આર્થિક વ્યવહારોનો ખુલાસો થાય તેવી પ્રબળ શક્યતા છે.

ગીરના ગરીબોના મસીહા ગણાતા ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં રહસ્ય ઘેરાઇ રહ્યું છે. ગીર સોમનાથના વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે આપઘાત કરતા ખળભળાટ મચી ગયો હતો.

Next Article